રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખનો વીડિયોની ચર્ચા તેજ
ધાર્મિક કાર્યક્રમનો જૂનો વીડિયો હોવાનો ઉપપ્રમુખનો દાવો, આસ્થા કે અંધશ્રદ્ધા પર ચર્ચા

રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ સોમા ભાલીયાનો વાયરલ થયેલો વીડિયો

રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ સોમા ભાલીયાનો વાયરલ થયેલો વીડિયો
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તેઓ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન માતાજીના માંડવામાં ધાર્મિક રીતિ-રિવાજો હેઠળ ધૂણતા જોવા મળે છે. આ દ્રશ્યોને લઈને લોકોમાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો તેને ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડીને જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આ ઘટનાને અંધશ્રદ્ધા તરીકે ગણાવી રહ્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ સોમા ભાલિયાએ જણાવ્યું કે, આ વીડિયો તાજેતરનો નથી પરંતુ જૂનો છે. તેમણે આ ઘટનાને પોતાની વ્યક્તિગત ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું ગણાવ્યું છે. સાથે જ તેમણે સંકેત આપ્યો કે કોઈએ ઈરાદાપૂર્વક હાલ આ વીડિયો ફરીથી વાયરલ કર્યો હોઈ શકે છે. જાહેર જીવનમાં આવી પ્રવૃત્તિ યોગ્ય છે કે નહીં તે મુદ્દે તેમણે કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો નથી.
આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના ડો. જયંત પંડ્યાએ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના મત મુજબ જાહેર જીવન સાથે જોડાયેલા રાજકીય નેતાઓએ તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ કે જેના કારણે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે. આવા કાર્યક્રમો સમાજમાં ખોટો સંદેશ આપી શકે તેવી તેમણે ચિંતા વ્યક્ત કરી છે.
સોમા ભાલિયા ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા નેતા તરીકે ઓળખ ધરાવે છે. આ ઘટનાએ ભાજપ કાર્યકરો અને શહેરમાં ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. નોંધનીય છે કે અગાઉ રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી માતાજીના માંડવામાં ધૂણતા હોય તેવા દ્રશ્યો વાયરલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયા માતાજીના માંડવામાં ભૂવાઓની હાજરીમાં ધૂણી રહ્યા છે. સોમા ભાલિયા પોતાની પીઠ પર સાંકળો ઝીલી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા

દિલ્હીની SIR પ્રક્રિયામાં અચાનક VVIPના નામો કેમ સામે આવ્યા?

જમુઈમાં નાબાલિગ વિદ્યાર્થી-વિદ્યાર્થીની સાથે રસ્તા પર એવું શું બન્યું કે વીડિયો વાયરલ થતાં બિહારનું રાજકારણ ગરમાયું?