રાયબરેલીમાં રાહુલ ગાંધીના કાફલાને ઘેરવામાં આવ્યો
કાફલાને ભાજપ કાર્યકર્તાઓએ રોક્યો, પોલીસ પહોંચતા ભારે ધક્કામુક્કી થઈ
રાહુલ ગાંધીના કાફલાને ઘેરવામાં આવ્યો
રાહુલ ગાંધીના કાફલાને ઘેરવામાં આવ્યો
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ઉત્તર પ્રદેશના રાયબરેલી પ્રવાસ દરમિયાન ભારે રાજકીય હંગામો જોવા મળ્યો છે. આજે રાયબરેલી પહોંચેલા રાહુલ ગાંધીના કાફલાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓએ ઘેરી લીધો અને તેમના કાફલા પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી.
યોગી સરકારના મંત્રીએ રસ્તા પર ધરણા કર્યા
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ખુદ યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ કરી રહ્યા હતા. તેઓ તેમના સમર્થકો સાથે રાહુલ ગાંધીના કાફલાના રસ્તા પર જ ધરણા પર બેસી ગયા. દિનેશ સિંહે આ વિરોધનું કારણ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરાયેલી કથિત ટિપ્પણીને ગણાવી હતી. આ દરમિયાન 'રાહુલ પાછા જાઓ'ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે રાહુલ ગાંધીના કાફલાને લગભગ એક કિલોમીટર પહેલા જ રોકી દેવાની ફરજ પડી હતી. જ્યારે પોલીસ મંત્રી દિનેશ પ્રતાપ સિંહને હટાવવા પહોંચી ત્યારે ભાજપના કાર્યકર્તાઓ સાથે પોલીસની ભારે ધક્કામુક્કી પણ થઈ હતી.
આ સમગ્ર ઘટનાને કારણે રાહુલ ગાંધીનો કાફલો લગભગ 5 મિનિટ સુધી અટકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, દિનેશ પ્રતાપ સિંહ એ જ નેતા છે જેમણે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી હતી.
આ વિરોધ પછી રાહુલ ગાંધીએ બટોહી રિસોર્ટમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, "પહેલા લોકો કહેતા હતા કે દાળમાં કંઈક કાળું છે, પણ કોઈની પાસે પુરાવા નહોતા. હવે પુરાવા છે કે વોટની ચોરી થઈ રહી છે. આપણે તેને રોકવી પડશે. વિરોધ છતાં, ચૂંટણી પંચ તાનાશાહી કરી રહ્યું છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.

ગુજરાતમાં મોંઘવારીને લઈને કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા