અમદાવાદમાં સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ બેન્કના ડિરેક્ટર અને મહિલા વચ્ચે જાહેરમાં ઝપાઝપી
ઝપાઝપી કરનાર મહિલાએ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય સામે નોંધાવી છે દુષ્કર્મની ફરિયાદ

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગયા બાદ સમગ્ર મામલાને દબાવી દેવાયો હોવાની ચર્ચા

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગયા બાદ સમગ્ર મામલાને દબાવી દેવાયો હોવાની ચર્ચા
સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલા અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટર મહેશ અમીચંદ પટેલ વચ્ચે શનિવારે જાહેરમાં તકરાર બાદ ઝપાઝપી થઈ હતી. બંને વચ્ચે થયેલી ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
અમદાવાદની એક મહિલાએ સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ ચાલી રહી છે તેવામાં શનિવારે અમદાવાદના નવરંગપુરાની સહકારી બેંકમાં યોજાનારા સમારોહમાં ગજેન્દ્રસિંહ ચોક્કસ નંબરની કારમાં આવવાનો હોવાની પીડિતાને માહિતી મળી હતી. તેથી પીડિતા બેંકના કેમ્પસમાં પહોંચી હતી. તે સમયે કારમાંથી સાબરકાંઠા બેંકના ડિરેક્ટર મહેશ અમીચંદ પટેલ ઉતર્યા હતા.
ગજેન્દ્રસિંહ પરમાર નહી પહોંચતાં મહિલાએ ગજેન્દ્રસિંહને ભગાડી દેવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે મહિલા અને મહેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ સમયે પીડિતાએ મહેશ પટેલ ઉપર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પીડિતાએ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ મહેશ પટેલ પણ નવરંગપુરા પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા. પરંતુ મહેશ પટેલ વિરૂદ્ધ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં પોક્સો હેઠળ ગુના નોંધાયા હોવાથી વધુ કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની સંભાવનાએ ફરિયાદ નહી નોંધીને સમગ્ર મામલાને દાબી દેવામાં આવ્યો છે. રાજસ્થાનના બંને ગુનામાં મહેશ પટેલ આરોપી હોવાથી કાયદાકીય ગૂંચવણમાં ફસાવાના ડરથી સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?