બિહારમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ
નીતિશ કુમારે રાજભવન પહોંચીને 19 નવેમ્બરે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી

20 નવેમ્બરે પટનાના ગાંધી મેદાન ખાતે નીતિશ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે

20 નવેમ્બરે પટનાના ગાંધી મેદાન ખાતે નીતિશ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ, રાજ્યમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સોમવારે રાજભવન પહોંચ્યા અને 19 નવેમ્બરના રોજ વિધાનસભા ભંગ કરવાની કેબિનેટની ભલામણ કરતો પત્ર સુપરત કર્યો.
રાજભવન છોડ્યા પછી, બિહારના મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું, "અમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે રાજ્યપાલને મળ્યા અને 19 નવેમ્બરના રોજ વર્તમાન વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરતો પત્ર સુપરત કર્યો." પત્રકારો સાથે વાત કરતા, મંત્રી ચૌધરીએ જણાવ્યું હતું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં અગાઉ એક કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં વર્તમાન વિધાનસભા ભંગ કરવાની ભલામણ 19 નવેમ્બરથી અમલમાં મૂકવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર 20 નવેમ્બરે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ગાંધી મેદાનમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે NDAએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભાજપે બિહારમાં 243 માંથી 89 બેઠકો જીતીને સૌથી વધુ બેઠકો જીતી. તેના સાથી પક્ષ, જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો મેળવી. ચિરાગ પાસવાનની પાર્ટી, જે NDAનો ભાગ છે. એ 19 બેઠકો જીતી. LJP (રામવિલાસ) એ રાજ્યમાં 29 બેઠકો પર ચૂંટણી લડી. જેમાંથી 19 બેઠકો જીતી.
મંત્રીમંડળની બેઠકમાં ત્રણ ઠરાવ પસાર થયા
જનતા દળ યુનાઇટેડના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારના મંત્રી વિજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ત્રણ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
પ્રથમ ઠરાવ હેઠળ, મંત્રીમંડળે 19 નવેમ્બરથી વર્તમાન વિધાનસભાને વિસર્જન કરવાની ભલામણ કરી હતી. મુખ્યમંત્રીએ મહામહિમને ભલામણ સુપરત કરી છે.
બીજો પ્રસ્તાવ - બિહારના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલ સકારાત્મક સહયોગ, સરકારી નીતિઓના સફળ અમલીકરણ અને મુખ્ય સચિવ સહિત તમામ કર્મચારીઓની સેવાની પ્રશંસા કરવામાં આવી.
ત્રીજો પ્રસ્તાવ - મંત્રી પરિષદે મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા અને તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ NDA દ્વારા પ્રાપ્ત થયેલી જબરદસ્ત સફળતા અને પ્રચંડ બહુમતી બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી.
-IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!