PMO MODI એ કોને ત્રણ વખત ચરણ સ્પર્શ કર્યા..?
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવલ નગર બેઠક પર રેલી યોજી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવલ નગર બેઠક પર રેલી યોજી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવલ નગર બેઠક પર રેલી યોજી
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવલ નગર બેઠક પર રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. જ્યારે પીએમ રેલીમાં હાજરી આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે પડપડગંજ બેઠકના ભાજપના ઉમેદવાર રવિન્દ્ર સિંહ નેગીએ તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. જો કે ત્યારબાદ તુરત જ પીએમએ ત્રણ વખત રવિન્દ્ર નેગીના પગ સ્પર્શ કર્યા હતા.
પીએમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે રવિન્દ્ર સિંહ નેગી કોણ છે, જેમના ચરણ પીએમ મોદીએ ત્રણ વાર સ્પર્શ્યા હતા. પીએમ મોદીના આ કાર્યથી ત્યાં હાજર નેતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ભાજપના ઉમેદવાર રવિન્દ્ર નેગી પોતે પણ વડાપ્રધાને ત્રણ વાર ચરણ સ્પર્શ કરતા અસ્વસ્થ થઈ ગયા હતા.
રવિન્દ્ર સિંહ નેગી એ જ નેતા છે જેમણે ગત ચૂંટણીમાં પડપડગંજ બેઠક પર મનીષ સિસોદિયાને સખત ટક્કર આપી હતી. સિસોદિયા ખૂબ જ મુશ્કેલીથી આ બેઠક જીતવામાં સફળ રહ્યા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પોતાની બેઠક બદલી છે. આ વખતે તેઓ જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને શિક્ષણવિદ અવધ ઓઝાને આ બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે. અવધ ઓઝા સામે રવિન્દ્ર સિંહ નેગી એક મજબૂત ઉમેદવાર છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે દિલ્હીના લોકોને ભાજપના સંકલ્પ અને મોદીની ગેરંટી પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું તમને ખાતરી આપું છું કે આ સ્થળના વિકાસમાં હું કોઈ કસર છોડીશ નહીં.
રવિન્દ્ર નેગી ઉત્તરાખંડના રહેવાસી
મૂળ ઉત્તરાખંડના વતની રવિન્દ્ર સિંહ નેગી હાલમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય છે. તેઓ વિનોદ નગર વોર્ડ-૧૯૮ ના કાઉન્સિલર છે. વિનોદ નગર વોર્ડ પટપટગંજ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. રવિન્દ્ર નેગી પટપડગંજ વિસ્તારનું એક પ્રખ્યાત નામ છે. સિસોદિયાને આટલી કડક ટક્કર આપીને તેઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યા છે. નેગીનો RSSમાં પણ સારો પ્રભાવ છે અને તેમણે આ ક્ષેત્રમાં વિસ્તારક જેવા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?