ગોંડલમાં પાટીદાર-ક્ષત્રિય સમાજના ગજગ્રાહ વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન
ગોંડલમાં ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે, કોઈએ લાળ ટપકાવવી નહીઃ અલ્પેશ ઢોલરિયા

સગીરોની મારામારી મુદ્દે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થતાં હાશકારો

સગીરોની મારામારી મુદ્દે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થતાં હાશકારો
ગોંડલમાં પાટીદાર-ક્ષત્રિય સમાજના ગજગ્રાહ વચ્ચે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ગોંડલમાં રિવર સાઈડ પેલેસમાં યોજાયેલી પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યુ હતુ કે, “ગોંડલમાં ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.” સગીરોની મારામારી મુદ્દે છેલ્લાં પાંચ દિવસથી ચાલી રહેલા વિવાદ મામલે બંને સમાજના આગેવાનોની બેઠકમાં સમાધાન થયુ હતુ.
જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થીથી થયેલા સમાધાન બાદ અલ્પેશ ઢોલરિયાએ ઉપરોક્ત નિવેદન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, સગીરોની મારામારી મામલે પાટીદાર અને ક્ષત્રિય સમાજ સામસામે આવી ગયો હતો. બે દિવસથી બંને સમાજ વચ્ચેનો વિવાદ વકરતાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું કે, પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. ગોંડલની બેઠક પર બહારના વ્યક્તિ નજર ન નાખે. ગોંડલમાં ગણેશ જ ધારાસભ્ય બનશે.
કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવી નહીં. બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે આવું કરે છે. અહીંયા લડવા જેને આવવું હોય તે આવી જાય અમે અહીંયા જ છીએ. અહીંયા અઢારેય વર્ણના લોકો ભેગા થઈને રહે છે. પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે મતભેદ ઊભા કરવાના પ્રયત્નો કરનારા લોકોને જાહેરમાં કહું છું કે અહીંયા તમામ લોકો એક છે.
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક સમાજનો આભાર માનું છું. ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે કોઈએ કાંઈ બાકી રાખ્યું નથી. રાજકોટ અને ગોંડલ વચ્ચે એટલો વિકાસ થયો છે કે હવે કોઈ જગ્યા ખાલી નથી. આજે અઢારેય આલમ અહીંયા છે ત્યારે કહેવા માંગુ છું કે, આક્ષેપના જવાબ દેવા યોગ્ય નથી. ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે સૌ ભેગા મળીને તેને જવાબ આપીશું.
પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનું સુખદ સમાધાન થયું છે. આ કેસમાં બે સગીર વચ્ચે થયેલી મારામારી અને જાતીય સતામણીને લઈને બંને સમાજ વચ્ચે તણાવ ઉભો થયો હતો. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંને સમાજના લોકોએ આવેદનપત્રો આપતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થીથી બંને સમાજ વચ્ચે સમાધાન થયુ હતુ.
શું હતો સમગ્ર મામલો?
ગોંડલમાં ક્ષત્રિય તરૂણની બે પાટીદાર સગીરોએ જાતીય સતામણી કરી હતી. ત્યારબાદ ક્ષત્રિય તરૂણના પિતા અને પરિવારજનોએ પાટીદાર સગીરોને કોલેજ ચોકમાં બોલાવી જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ બનાવ બાદ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. સામસામી ફરિયાદ નોંધાયા બાદ આવેદનપત્રો આપતાં બંને સમાજના લોકો આમને-સામને આવી ગયા હતા. પાટીદાર અને ક્ષત્રિય સમાજના નેતાઓ પોતાના સમાજના સમર્થનમાં આવતાં વિવાદ વધુ વણસ્યો હતો. શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યા બાદ આગેવાનોએ સમજાવતાં એલાન મોકુફ રાખવામાં આવ્યુ હતુ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!