પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના અગ્રણીની નિમણૂકની શક્યતા
RSSના માર્ગદર્શનથી બે-ત્રણ દિવસમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકની થશે જાહેરાત

RSSએ ગુજરાતમાં વિચારધારાવાળી વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખતાં 4 મહિનાથી કોકડું ગૂંચવાયું

RSSએ ગુજરાતમાં વિચારધારાવાળી વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખતાં 4 મહિનાથી કોકડું ગૂંચવાયું
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકનું કોકડું 4 મહિનાથી ગૂંચવાયુ છે. જાતિગત અને વિસ્તારનું સમીકરણ ગોઠવવા માટે યોગ્ય અગ્રણીની પસંદગી કરવાની હોવાથી હાલમાં ભારે ગડમથલ ચાલી રહી છે. તેવામાં પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના અગ્રણીની નિમણૂક થાય તેવી શક્યતા છે. આગામી 24 થી 72 કલાકમાં પ્રદેશ ભાજપની નિમણૂકની જાહેરાત થવાની સંભાવના છે. RSSએ ગુજરાતમાં પોતાની વિચારધારા વાળી વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખ્યો હોવાથી પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ હવે અંતિમ તબક્કામાં છે અને સંભવિત ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના નેતાનું નામ સૌથી આગળ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ સંગઠનની કમાન સુપેરે ચલાવવા તેમજ ઓબીસી, એસસી અને એસટી સમાજના લોકોને સાથે રાખીને ચાલી શકે તેવા નેતાની પસંદગી થાય તે દિશામાં પગલું માનવામાં આવી રહ્યું છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા સૂચક હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિલ્હીની મુલાકાત પૂર્વે નવા અધ્યક્ષના નામની ઘોષણા થઈ જવાની શક્યતા છે. આંતરિક ચર્ચાઓમાં જાણવા મળ્યુ છે કે, સંઘ તરફથી ત્રણ નામો આપી દેવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના અગ્રણી હાલમાં ધારાસભ્યપદે છે. જ્યારે બીજા નામોમાં ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણી અને મધ્ય ગુજરાતના બ્રહ્મ સમાજના અગ્રણીના નામ અંગે વિચારણા ચાલી રહી છે. જેમાંથી સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના નેતાનું નામ મોખરે હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
હાલમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી પ્રદેશ અધ્યક્ષ તરીકે પછાત વર્ગમાંથી નેતૃત્વ લાવવું તે જ્ઞાતિ સમીકરણની દ્રષ્ટિએ અનુકૂળ હોવાનું ભાજપના નેતાઓમાં ચર્ચાઈ રહ્યુ હતું. ભાજપના સંગઠનના આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે કે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના નેતાની કાર્યપદ્ધતિ, જૂથોની બહાર રહીને કામ કરવાની છાપ અને સંગઠન સાથેની નિકટતાએ પ્રદેશ પ્રમુખના મોટા પદ માટે લાયક બનાવ્યા છે
સી.આર.પાટીલની નિમણૂક પક્ષની સત્તાવાર બેઠક વગર કરવામાં આવી હતી. આ માળખું ફરીથી અપનાવાય તેવી શક્યતા છે. અત્યાર સુધી કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રીનું નામ ચર્ચામાં છે. માઈક્રો મેનેજમેન્ટમાં નિષ્ણાત અને મધ્યમ વર્ગમાં મજબૂત પકડ ધરાવતા કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની ગુડ બુકમાં છે. તેથી તેમની નિમણૂક થવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખોની નિમણૂક બાદ તરત જ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે. ભાજપના ટોચના નેતાઓ ખાસ કરીને અમિત શાહ અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષના મંતવ્યોના આધારે અંતિમ ઘોષણા થશે.
ગુજરાત ભાજપ પ્રમુખની વરણી જાન્યુઆરી-2025માં કરવાની હતી. જાતિ અને વિસ્તારના સમીકરણ પ્રમાણે ભાજપને યોગ્ય પ્રદેશ પ્રમુખ નહી મળતાં કોકડું ગૂંચવાયુ છે. ગુજરાતના રાજકારણમાં અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલની મહત્વની ભૂમિકા હોય છે. તેવા સમયે ત્રણેય જૂથના સર્વસામાન્ય નેતાની પસંદગી કરવી અઘરી સાબિત થઈ રહી છે. RSS એ પણ રાષ્ટ્રીય પ્રમુખની સાથે ગુજરાતમાં પણ પોતાની વિચારધારાવાળા વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખ્યો હોવાથી કોકડું હજુ સુધી ગૂંચવાયેલું રહ્યું છે. હાલમાં મુખ્યમંત્રી મધ્ય ગુજરાત અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી અથવા ક્ષત્રિય સમાજના પ્રદેશ પ્રમુખની પસંદગી થવાની ચર્ચા હતી. તેવા તેવા સમયે જાતિગત સમીકરણ અને વિસ્તારનું સમીકરણ સાચવવા ભાજપ પહેલી વખત અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ બનાવીને દલિત કાર્ડ ખેલે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!