ગુજરાતનું રાજકારણ ગરમાયું, પીએમ મોદી અને રાહુલ ગાંધી આમને સામને
પીએમ મોદી અને રાહુલ ગાંધી કેમ અચાનક ગુજરાત આવ્યા તે વિશે અનેક ચર્ચા

પીએમ મોદી અને રાહુલ ગાંધી કેમ અચાનક ગુજરાત આવ્યા તે વિશે અનેક ચર્ચા

પીએમ મોદી અને રાહુલ ગાંધી કેમ અચાનક ગુજરાત આવ્યા તે વિશે અનેક ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર અત્યારે ગૃહ રાજ્ય ગુજરાત પર છે તો વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત પર જ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે તે જ દિવસોમાં રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે જેથી ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ગુજરાતમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા. તેઓ સોમનાથ ગયા હતા અને વનતારા અને સાસણગીરની પણ તેમણે મુલાકાત લીધી હતી. તેઓ હવે આગામી 7 અને 8 માર્ચે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી 7 માર્ચે સુરત અને 8 માર્ચે નવસારીની મુલાકાતે આવવાના છે ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યા છે. તેઓ પણ 8 અને 9 માર્ચે ગુજરાત આવવાના છે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઇ રહ્યું છે તે પૂર્વે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ પીએમ મોદીની મુલાકાત વખતે જ ગુજરાત આવી રહ્યા છે.
રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન પોલિટીકલ અફેર્સ કમિટીની મિટીંગમાં ભાગ લેશે અને પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષ નેતા સાથે મિટિંગ કરશે તથા સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે પણ મિટિંગ કરશે અને ગુજરાતના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.તેઓ ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન નવુ બને અને મજબૂત સક્ષમ સંગઠન બને તે માટેના પ્રયાસો કરશે તેમ મનાઇ રહ્યું છે. આ માટે તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જોડે બેઠક કરશે અને કાર્યકરોને બીજા દિવસે સાંભળશે. નવું સંગઠન બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે આ કવાયત થશે.
બીજી તરફ કોંગ્રેસ અધિવેશનનું સ્થળ નક્કી કરવા કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ પણ અમદાવાદ આવ્યા હતા અને નેતાઓ સાથે બેઠક કરીને સાબરમતી રિવરફ્ન્ટની જગ્યા નક્કી કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે.
કોંગ્રેસના આ અધિવેશનમાં દેશભરના AICC પ્રતિનિધિઓ એકત્રિત થશે, જ્યાં બંધારણ તેમજ તેનાં મૂલ્યો પર થતા સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. કોંગ્રેસ લગભગ 30 વર્ષથી ગુજરાત પર કબજો કરી શકી નથી અને પાર્ટીએ અનેક પ્રયાસ કર્યા છતાં દર ચૂંટણીમાં એ સફળ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, એમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. હવે કોંગ્રેસે મિશન-2027 હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે
ઉલ્લેખનિય છે કે અગાઉ 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ, 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?