રાહુલ-વિજય પોસ્ટ બ્લોક મામલે રાજકીય ઘમાસાણ
ઇન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધી અને વિજયની પોસ્ટ બ્લોક થતાં કોંગ્રેસના આરોપ, સરકારની સ્પષ્ટતા

AI જનરેટેડ તસવીર

AI જનરેટેડ તસવીર
રાહુલ ગાંધી અને વિજયની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ તેજ
લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર શેર કરાયેલી પોસ્ટ અને રીલને થોડા સમય માટે બ્લોક કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે સરકાર તરફથી આ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે.
ચેન્નાઈમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી અને વિજયની મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર અચાનક બ્લોક થઈ જતાં વિવાદ ઊભો થયો હતો. જોકે બાદમાં પોસ્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવી હતી.
કોંગ્રેસનો આક્ષેપઃ વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પોસ્ટ અને રીલને મોટી સંખ્યામાં વ્યૂઝ અને રીચ મળતાં તેને ટેકનિકલ કારણો દર્શાવી રોકવામાં આવી હતી. પાર્ટીનું કહેવું છે કે લાંબા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિપક્ષના નેતાઓની પહોંચ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીના સહયોગી શ્રીવત્સે સોશિયલ મીડિયા પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, રાહુલ ગાંધી અને વિજયની રીલને માત્ર એક કલાકમાં 1.2 કરોડ (12 મિલિયન) વ્યૂઝ મળ્યા હતા અને તેમની ફોટો પોસ્ટ 4.6 કરોડ (46 મિલિયન) લોકો સુધી પહોંચી ગઈ હતી.
આટલી મોટી સફળતા છતાં મેટા કંપનીએ કોઈપણ કારણ આપ્યા વગર એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ કોઈ નવી વાત નથી. લાંબા સમયથી રાહુલ ગાંધીના X એકાઉન્ટ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો સુધી પહોંચવાના વ્યાપને જાણી જોઈને રોકવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના મતે આ ટેકનિકલ ખામી નથી પરંતુ વિપક્ષના નેતાનો અવાજ જનતા સુધી પહોંચતો રોકવાનું એક કાવતરું છે.
કેરળ કોંગ્રેસે પણ કર્યો પ્રહાર
કેરળ કોંગ્રેસના નેતાઓએ પણ કેન્દ્ર સરકાર પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે લોકપ્રિય નેતાઓના વીડિયો અને પોસ્ટ વાયરલ થતાં જ અચાનક ટેકનિકલ સમસ્યાઓ ઉભી થવી સામાન્ય બાબત નથી. કેરળ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારની અસુરક્ષા હવે હદ વટાવી ગઈ છે. જ્યારે પણ બે લોકપ્રિય નેતાઓની મુલાકાતનો વીડિયો વાયરલ થાય છે. ત્યારે અચાનક 'ટેકનિકલ ખામી'ના નામે તેને રોકી દેવો એ સત્તાનો ખુલ્લો દુરુપયોગ છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, સરકાર ભલે ટીવી કે અખબારો જેવા મુખ્યધારાના મીડિયાને કાબૂમાં રાખતી હોય. પરંતુ સોશિયલ મીડિયા પર જનતાનો જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી તે ગભરાઈ ગઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, પણ તે વાસ્તવિકતા પર 'શેડો બેન' લગાવી શકશે નહીં.
સરકારે ટેકનિકલ ખામી ગણાવી
બીજી તરફ, Ministry of Electronics and Information Technologyના સૂત્રોએ સ્પષ્ટતા કરી કે, પોસ્ટ બ્લોક થવા પાછળ સરકારનો કોઈ સંબંધ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇન્સ્ટાગ્રામની આંતરિક સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે પોસ્ટ ભૂલથી ફ્લેગ થઈ ગઈ હતી. સરકારના મતે, આ માત્ર ટેકનિકલ સમસ્યા હતી અને હવે તે સુધારી લેવામાં આવી છે. કોઈપણ રાજકીય નેતા અથવા વિપક્ષના અવાજને દબાવવાનો પ્રશ્ન નથી.
તેમના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામની આંતરિક સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે આ પોસ્ટ ભૂલથી ફ્લેગ થઈ ગઈ હતી અને બ્લોક થઈ હતી. સરકારે જણાવ્યું કે વિપક્ષના નેતા પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આ માત્ર એક સામાન્ય ટેકનિકલ ક્ષતિ હતી. જેને હવે સુધારી લેવામાં આવી છે.
સોશિયલ મીડિયા અને રાજકારણ વચ્ચે ફરી ચર્ચા
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પારદર્શિતા, અલ્ગોરિધમ અને રાજકીય પ્રભાવ અંગે ચર્ચા શરૂ કરી છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા રાજકીય અભિયાન અને જનસંપર્કનું સૌથી મોટું માધ્યમ બની ગયું હોવાથી આવી ઘટનાઓ હવે સીધી રાજકીય ચર્ચાનો વિષય બની રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.