ગુજરાત ભાજપના રાજકારણમાં હાલમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકનો મામલો દિલ્હીના દરબાર સુધી પહોંચ્યો છે. વર્તમાન અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે આ મુદ્દે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.
દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂક અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આ નિર્ણય લીધો છે અને હવે ભૂપેન્દ્ર યાદવ આ પ્રક્રિયાને આગળ વધારશે.
આ બેઠક બાદ, ટૂંક સમયમાં જ ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરશે અને નવા પ્રદેશ પ્રમુખ માટેના યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે.
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત ટૂંક સમયમાં જ થવાની સંભાવના છે. આ જાહેરાત પહેલાં, પક્ષમાં વિવિધ સ્તરે મંથન ચાલી રહ્યું છે અને દરેક પાસાંઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. નવા અધ્યક્ષની પસંદગી ગુજરાત ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી સમયમાં રાજ્યમાં અનેક ચૂંટણીઓ યોજાવાની છે.
આ નિમણૂક ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરી શકે છે અને ભાજપની રણનીતિને પણ અસર કરી શકે છે. હાલમાં સૌની નજર આ નિમણૂક પર ટકેલી છે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ગુજરાત ભાજપની કમાન કોના હાથમાં સોંપાશે.
અત્યાર સુધીના ભાજપ પ્રદેશ પ્રમુખનો સમયગાળો
એ.કે.પટેલ - 1982થી 1985 - 3 વર્ષ
કાશીરામ રાણા - 1993 થી 1996 - 3 વર્ષ
વજુભાઇ વાળા - 1996 થી 1998 - 2 વર્ષ
રાજેન્દ્રસિંહ રાણા - 1998 થી 2005 - 7 વર્ષ
વજુભાઇ વાળા - મે 2005 થી ઓક્ટોબર 2006 - 1 વર્ષ 150 દિવસ
પરશોત્તમ રૂપાલા - ઓક્ટોબર 2006 થી ફેબ્રુઆરી 2010 - 3 વર્ષ 98 દિવસ
આર.સી.ફળદુ - ફેબ્રુઆરી 2010 થી ફેબ્રુઆરી 2016 - 6 વર્ષ 18 દિવસ
વિજય રૂપાણી - ફેબ્રુઆરી 2016 થી જુલાઇ 2020 - 173 દિવસ
જીતુ વાઘાણી - ઓગસ્ટ 2016 થી જુલાઇ 2020 - 3 વર્ષ 345 દિવસ
સી.આર.પાટિલ - જુલાઇ 2020 થી અત્યાર સુધી