થરાદમાં કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે પોલીસ ફરિયાદ
ગેનીબેનના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન PSI સાથે બબાલ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

AI જનરેટેડ તસવીર

AI જનરેટેડ તસવીર
વાવ-થરાદ જિલ્લામાં સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં નીકળેલી કોંગ્રેસની રેલી દરમિયાન કોંગ્રેસના મહિલા નેતાની અને PSI સાથે બબાલ થઈ હતી. આ બબાલ બાદ કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે ફરજ રૂકાવટ અને જાહેરનામાં ભંગ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. થરાદ PSIએ ફરિયાદ નોંધાવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે સાંસદ ગેનીબેન ઠાકોરને લઈ વિવાદિત નિવેદન કર્યુ હતું. આ મામલે વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે મંગળવારે કોંગ્રેસે રેલી યોજી વિરોધ કર્યો હતો. રેલી કલેકટર કચેરી પહોંચતા પોલીસ કર્મચારીઓ અને કોંગ્રેસના મહિલા નેતાઓ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી.
થરાદ PSI પી. એલ. આહીર અને મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કચેરીમાં જવા બાબતે સામ સામે આવી જતાં બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાદમાં બુધવારે PSIએ કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે ફરિયાદ નોંધી છે.
મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગીતાબેન નાયી, થરાદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને નવા ચૂંટાયેલાં જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે થરાદ પીએસઆઈ પી.એલ.આહીરે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તંત્રની મંજૂરી વગર રેલી લઈ કલેકટર કચેરી પહોંચવા અને બળજબરી પ્રવેશ મામલે PSIએ પ્રધાનજી ઠાકોર સામે અને કોંગ્રેસની રેલી દરમિયાન કલેક્ટર કચેરીમાં ઘૂસવા બાબતે મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખે બળજબરી કરી મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને પીએસઆઈને અપમાનજનક અપશબ્દો બોલી છૂટો મોબાઈલ માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
જ્યારે અન્ય પોલીસ કર્મચારીઓ સાથે અસભ્ય બોલાચાલી કરવા મામલે નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય સિધ્ધરાજસિંહ ચૌહાણ સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કલેકટર કચેરીએ પહોંચેલા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાયી અને પીએસઆઈ પી.એલ.આહીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. જેમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાયીએ પીએસઆઈ સામે આક્ષેપો પણ કર્યા હતાં. હવે થરાદ પીએસઆઈએ કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે ફરિયાદ નોંધાવતાં આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભાજપમાં જિલ્લા પ્રમુખોથી લઈને IT, મીડિયા અને સોશિયલ મીડિયા સુધી નવી જવાબદારીઓ...બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ.

રાજ્યસભાની 12 બેઠકો માટે ચૂંટણી જાહેર... પરંતુ સૌથી મોટું ગણિત UPમાં કેમ?

રાજસ્થાનના નાગૌરની મુંડવા નગરપાલિકામાં 25 વોર્ડના ચૂંટણી ગણિતે પ્રમુખની ચૂંટણીમાં અચાનક પલટો આવ્યો.