પીએમ મોદી: ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપી પ્રગતિ કરી રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે મંગળવારે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે CIIના પોસ્ટ બજેટ સેમિનારને સંબોધિત કર્યું હતું.

Prime Minister Narendra Modi

Prime Minister Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે ઝડપથી વિશ્વમાં આગળ વધી રહ્યો છે. CIIના પોસ્ટ-બજેટ સેમિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની તારીખે વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો નોંધપાત્ર રીતે વધીને 16 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારે દેશના દરેક ક્ષેત્રની અર્થવ્યવસ્થાના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આજે દુનિયા ભારતની તાકાતને ઓળખવા લાગી છે.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત CIIના પોસ્ટ-બજેટ સેમિનારમાં પીએમ મોદીએ કહ્યું કે, તમામ સંકટ અને પડકારો હોવા છતાં વિશ્વના દેશોમાં અન્ય કોઈ દેશ ભારતની જેમ પ્રગતિ કરી શકયો નથી. તેમણે કહ્યું કે, ટેકનોલોજી વર્તમાન છે તેમ ટેકનોલોજી ભવિષ્ય છે. અમારી સરકાર આના પર ફોકસ કરીને કામ કરી રહી છે. લાખો યુવાનોનું ભવિષ્ય આ ટેક્નોલોજી સાથે જોડાયેલું છે.
અગાઉ માત્ર જાહેરાતો થતી હતીવડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014 પહેલા બજેટમાં માત્ર જાહેરાતો જ થતી હતી. અગાઉની સરકારોમાં કલ્યાણકારી યોજનાઓ પૂર્ણ કરવા પર કોઈ ભાર નહતો અપાતો. પરંતુ આજે દરેક ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. જો આપણે આ રીતે પ્રગતિ કરીશું તો ભારત ટૂંક સમયમાં વિકસિત દેશ બની જશે.
બજેટ પછીના સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે સરકારે રેલવેના બજેટમાં આઠ ગણો વધારો કર્યો છે. ભારતીય રેલવે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. સરકારે કૃષિ માટેના બજેટમાં 4 ગણો વધારો કર્યો છે. ખેડૂતોના કલ્યાણની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક, પણ બેઠકો 41થી ઘટીને 38! કોંગ્રેસે વધારી તાકાત, જ્યારે AAPનું ખાતું પણ ન ખૂલ્યું!