બિહારમાં ચૂટણી પહેલા PKએ મોટી જાહેરાતથી ચોંકાવ્યા
પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો: જન સુરાજને 150થી ઓછી બેઠક મળી તો તેને અંગત હાર ગણશે

ચૂટણી પહેલા PK ની મોટી જાહેરાત

ચૂટણી પહેલા PK ની મોટી જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર 'જન સુરાજ અભિયાન'ના સંસ્થાપક પ્રશાંત કિશોરે આખરે પૂર્ણવિરામ મૂક્યો છે. ચૂંટણી વ્યૂહનીતિકારમાંથી રાજકીય પક્ષના પ્રણેતા બનેલા કિશોરે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં નહીં ઉતરે. જોકે, તેમણે આ સાથે જ જે 'લક્ષ્યાંક' જાહેર કર્યો છે, તેણે બિહારની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે.
'મારો હેતુ ચૂંટણી જીતવાનો નહીં, બિહારને બહેતર બનાવવાનો છે'
પ્રશાંત કિશોરે ચૂંટણી ન લડવાની સ્પષ્ટતા કરી, પરંતુ ઉમેર્યું કે તેઓ સંગઠનાત્મક કાર્ય ચાલુ રાખશે. તેમણે એક મોટું નિવેદન આપતા કહ્યું કે, "જો જન સુરાજ 150 બેઠક નહીં જીતે, તો તેને હું મારી વ્યક્તિગત હાર માનીશ. અને જો આનાથી વધારે બેઠક મળી તો તે બિહારની જનતાની જીત હશે." આ 150 બેઠકનો 'મેગા ટાર્ગેટ' તેમણે બિહારની જનતા સામે મૂક્યો છે.
ભ્રષ્ટાચારીઓ માટે લાલબત્તી: સત્તામાં આવતા જ બનશે નવો કાયદો
કિશોરે ભ્રષ્ટાચાર પર આકરો પ્રહાર કર્યો અને ચેતવણીના સ્વરમાં કહ્યું કે, "જો જન સુરાજની સરકાર બની, તો બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક પગલું લેવામાં આવશે. સરકાર બનતાની સાથે જ 100 સૌથી ભ્રષ્ટ નેતા અને ઓફિસરો પર કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવામાં આવશે."
આ ચેતવણી એવા નેતાઓ અને અધિકારીઓ માટે છે, જે નથી ઈચ્છતા કે જન સુરાજ સત્તામાં આવે. કિશોરે સ્પષ્ટ કર્યું કે, જો જન સુરાજની સરકાર બનશે, તો તેમના 'ખરાબ દિવસો'ની શરૂઆત થઈ જશે.
લાલુ પરિવાર પર આકરા પ્રહાર
લાલુ યાદવ અને આરજેડી પર પ્રહાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, "લાલુ પરિવાર પર એટલા બધા ભ્રષ્ટાચારના આરોપ અને ચાર્જશીટ છે કે હવે લોકો તેને વાંચતા પણ નથી. આરજેડી અને લાલુ પરિવારે એટલા કૌભાંડો કર્યા છે, એટલા કેસ ચાલી રહ્યા છે કે હવે લોકો તેને સમાચાર પણ નથી માનતા. આ જ કારણ છે કે, બિહારને હવે નવા રાજકારણની જરૂર છે."
પ્રશાંત કિશોરે પુનરોચ્ચાર કર્યો કે, તેમનો અંતિમ લક્ષ્ય માત્ર સત્તા હાંસલ કરવો નથી, પરંતુ બિહારને નવી દિશા આપવાનો છે. જન સુરાજ એક આંદોલન છે, જેનો હેતુ રાજકારણમાં 'સાફ છબી, જવાબદેહી અને વિકાસ આધારિત વિચાર' લાવવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી કે, જો જનતા તક આપશે, તો રાજ્યમાં પ્રામાણિક શાસનનું એક નવું ઉદાહરણ સ્થાપિત કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?