માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં પાટીદારની પસંદગી!
વડોદરા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સતીષ પટેલને ટિકિટ, બહારના ઉમેદવારની ચર્ચા

માંજલપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે સતીષ પટેલની જાહેરાત કરાતાં ભાજપના નેતાઓએ આવકાર્યા હતાં

માંજલપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે સતીષ પટેલની જાહેરાત કરાતાં ભાજપના નેતાઓએ આવકાર્યા હતાં
Manjalpur by-election: BJP gives ticket to Satish Patel: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર ભાજપે સંગઠનમાં લાંબા સમયથી કાર્યરત અને સ્થાનિક રાજકારણમાં સક્રિય સતીષ પટેલ પર પસંદગી ઉતારી છે. માંજલપુર વિધાનસભા વિસ્તારના સ્થાનિક ઉમેદવારના બદલે ભાજપે છાણી વિસ્તારના ઉમેદવારની પસંદગી કરાતાં મતદારો તેમને સ્વીકારે છે કે કેમ તે અંગે કાર્યકરોમાં ચર્ચા શરૂ થઈ છે.
સ્થાનિક રાજકારણમાં સક્રિય ચહેરો
ભાજપે જાહેર કરેલાં સતીષ ગોવિંદભાઈ પટેલે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન, ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશનના ડિરેક્ટર, ગંગામાં હાઈસ્કૂલના પ્રમુખ અને છાણી ધર્માદા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. ઉપરાંત ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કાર્ય કરવાનો તેમને લાંબો અનુભવ છે. જેના કારણે તેઓ પક્ષના વિશ્વાસુ નેતા તરીકે ઓળખાય છે.
સામાજિક અને સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય
રાજકીય જીવન ઉપરાંત સતીષ પટેલ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા છે. તેઓ છાણી ધર્માદા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં તેમણે અનેક જવાબદારીઓ સંભાળી છે. જેના કારણે શહેરના સામાજિક વર્તુળોમાં પણ તેમની સારી ઓળખ છે.
યોગેશ પટેલના અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો સંકલ્પ
ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ સતીષ પટેલે જણાવ્યું કે, તેઓ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ભાજપના સંગઠન સાથે જોડાયેલા છે અને પક્ષે હંમેશા તેમને મહત્વની જવાબદારીઓ સોંપી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સ્વર્ગસ્થ યોગેશ પટેલે શરૂ કરેલા વિકાસકાર્યોને આગળ વધારવા અને જનહિતના પ્રશ્નો માટે કાર્ય કરવાનું મુખ્ય લક્ષ્ય રહેશે.
ઉમેદવારી પાછળની રાજકીય ચર્ચાઓ
સતીષ પટેલની પસંદગી બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા શરૂ થઈ છે. શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના સમર્થનથી તેમની ઉમેદવારી નક્કી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ માંજલપુર બેઠકના મૂળ સ્થાનિક ઉમેદવાર ન હોવાથી મતદારોનો પ્રતિસાદ કેવો રહેશે તે પણ રાજકીય વિશ્લેષકો માટે રસપ્રદ મુદ્દો બન્યો છે.
104 દાવેદારોએ કરી હતી દાવેદારી
માંજલપુર બેઠક લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી ટિકિટ મેળવવા માટે પક્ષમાં અનેક દાવેદારો સક્રિય હતા. સ્થાનિક આગેવાનોના અભિપ્રાય અને સંગઠનના મૂલ્યાંકન બાદ અંતે સતીષ પટેલની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપમાં 104 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી હતી.
પેટાચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ
માંજલપુર બેઠકનો ઇતિહાસ
આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને વડોદરાના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું પ્રભુત્વ રહ્યું છે. તેઓ 2012, 2017 અને 2022 એમ ત્રણેય ચૂંટણીમાં અહીંથી જંગી લીડ સાથે ચૂંટાતા આવ્યા છે. વર્ષ 2012માં ભાજપ તરફથી યોગેશ પટેલ અને કોંગ્રેસ તરફથી ચિન્નમ ગાંધી ચૂંટણી લડ્યા હતા. યોગેશ પટેલને 92,642 મત અને ચિન્નમ ગાંધીને 40,857 મત મળતાં ભાજપની જીત થઈ હતી. વર્ષ 2017માં ભાજપ તરફથી યોગેશ પટેલને રિપિટ કરાયા હતા. જ્યારે કોંગ્રેસે ચિરાગ ઝવેરીને મેદાનમાં ઉતાર્યા હતા. તે વખતે યોગેશ પટેલને 1,05,036 મત મળતાં ચિરાગ ઝવેરીને 46,674 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા જિલ્લામાં વિધાનસભાની 10 બેઠકો પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્યની છે. વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક 2012ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી છે. તે પહેલાં આ વિસ્તાર રાવપુરા અને સયાજીગંજ બેઠકનો ભાગ હતો. આ બેઠક પર એક જ્ઞાતિનું એકચક્રી શાસન નથી. અહીં પાટીદાર, હિન્દી ભાષી અને મરાઠી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક ઉપર જાતિવાદી પ્રશ્ન જોવા મળ્યો નથી. વિધાનસભાની 182 બેઠકમાંથી માંજલપુર બેઠક 145મો ક્રમ ધરાવે છે. આ બેઠકમાં વડોદરા તાલુકાના તરસાલી ગામનો સમાવેશ કરાયો છે. વડોદરા મનપાના વોર્ડ નંબર 4, કપુરાઈ વોર્ડ નંબર 17 નો પણ સમાવેશ કરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?