પરેશ ધાનાણીનો કટાક્ષ, વિસાવદરનો જનાદેશ અને કોંગ્રેસની આત્મમંથનની વેળા!
'AAP' ભાજપનો એક પણ મત ઓછો કરી શકી નથી, પરંતુ કોંગ્રેસના મતદારોએ 'સાવરણા'ને સાથ આપીને...

ગઢ તૂટ્યા, મતદાર ફંટાયા, કોંગ્રેસને બદલવાની જરૂર?

ગઢ તૂટ્યા, મતદાર ફંટાયા, કોંગ્રેસને બદલવાની જરૂર?
વિસાવદર વિધાનસભા બેઠકના (Visavadar Assembly seat) પરિણામો બાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) કરેલા કટાક્ષભર્યા શબ્દો, "આભાર વિસાવદર" અને "વિસાવદરના લોકોએ કોંગ્રેસનો સવિનય અસ્વીકાર કર્યો છે," (Visavadar people politely rejected Congress) એ માત્ર વિરોધી પક્ષો પરનો ટોણો નથી, પરંતુ કોંગ્રેસની અંદર ચાલી રહેલી આંતરિક કડવાશ અને નિષ્ફળતાનું પ્રતિબિંબ છે. 'આપ' (AAP) ભાજપનો એક પણ મત ઓછો કરી શકી નહીં તેવો તેમનો દાવો, અને "કોંગ્રેસના મતદારોએ કિરીટને કચડવા માટે સાવરણાને સાથ આપ્યો હોવાના અણસાર" (Congress voters supported broom to defeat Kirit) જેવા શબ્દો કોંગ્રેસની રાજકીય લાચારી અને મતદારોને સમજવામાં આવેલી નિષ્ફળતા છતી કરે છે.
કોંગ્રેસનું પતન અને આમ આદમી પાર્ટીનો ઉદય...
આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે, કોંગ્રેસ માત્ર વિસાવદરમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. જ્યારે કોંગ્રેસના જ ગઢ સમાન વિસ્તારોમાં તેના મતદારો ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી (AAP) તરફ વળે, ત્યારે તે કોંગ્રેસ માટે આત્મમંથનનો નહીં, પરંતુ આત્મઘાતનો સમય છે. "આપ" ભાજપને નુકસાન પહોંચાડી શકી નથી, પરંતુ કોંગ્રેસના પાયા હલાવી દીધા છે. શું કોંગ્રેસના નેતાઓ આ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર છે કે પછી હજુ પણ એકબીજા પર દોષારોપણ કરવામાં જ વ્યસ્ત રહેશે?
પરેશ ધાનાણીનો ટોણો અને રાજકીય કડવાશ...
પરેશ ધાનાણીનું આ "અંતરથી અભિનંદન" (heartfelt congratulations) ભાઈ ગોપાલને (Bhai Gopal) અને "વિસાવદરના સર્વાંગી વિકાસની શુભેચ્છા" (wishes for all-round development of Visavadar) એ રાજકીય કડવાશ અને હતાશાનો સીધો સંકેત છે. એક સમયે કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતો વિસાવદર આજે કોંગ્રેસના જ નેતાઓના કટાક્ષનો ભોગ બની રહ્યો છે. આ પરિણામો માત્ર વિસાવદર પૂરતા સીમિત નથી, પરંતુ ગુજરાતના રાજકીય ભવિષ્ય માટે પણ સ્પષ્ટ સંદેશ આપે છે કે જો કોંગ્રેસ પોતાની કાર્યશૈલી અને નેતૃત્વમાં ફેરફાર નહીં કરે તો તેનું ભવિષ્ય વધુ અંધકારમય બનશે.
આ પણ વાંચો : ન્યાયના મંદિરો પણ અસુરક્ષિત, ગુજરાત હાઈકોર્ટ-રાજકોટ કોર્ટને RDX બોમ્બની ધમકી, VIP ને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ!
આ કટાક્ષભર્યા શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ આજે પણ આંતરિક કલહ અને જૂથબંધીમાં ફસાયેલી છે, અને તે જ તેને વારંવાર હારનો સ્વાદ ચખાડી રહી છે. શું કોંગ્રેસ આ કડવી વાસ્તવિકતા સ્વીકારીને પોતાના અસ્તિત્વ માટે લડવા તૈયાર છે, કે પછી માત્ર નિવેદનો અને કટાક્ષોથી જ સંતોષ માનશે?
આ પણ વાંચો : Vadodara માં સ્કૂલોને બોમ્બની ધમકી, રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલ પણ નિશાના પર, વાલીઓમાં ભય!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.