ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો-કર્મચારીઓને મતદાન કરવા સમય આપવા આદેશ
દુકાનો, વેપારિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનોને આદેશ

દુકાનો, વેપારિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનોને આદેશ

દુકાનો, વેપારિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનોને આદેશ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે આગામી 22 જૂન- 2025 રવિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓની અંદાજે 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં યોજાનાર આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો-કર્મચારીઓ મતાધિકારનો પૂરતો ઉપયોગ કરી શકે તે માટે કચેરીમાં યોગ્ય સુવિધા-સમયમાં છુટછાટ ઉપલબ્ધ કરાવવાની રહેશે તેમ, સામાન્ય વહીવટી વિભાગની યાદીમાં જણાવાયું છે.
કર્મચારીઓ અને તાલીમ વિભાગના પર્સનલ, પીએજી અને પેન્શન મંત્રાલયના તા. 10 ઓક્ટોબર-2001ની માર્ગદર્શિકા મુજબ વિવિધ સંસ્થાઓમાં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમ કે બેંકો, એલઆઇસી વગેરેના કર્મચારીઓ જો તેઓ વાસ્તવિક મતદારો હોય અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા ઇચ્છતા હોય તો તેમનો મતાધિકાર સુનિશ્ચિત થાય તે માટે સેવા સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને મતદાન માટે યોગ્ય છૂટછાટ આપવાની રહેશે. જેમ કે મતદાન કરવા માટે ઓફિસમાં મોડા આવવાની છૂટ, ઓફિસથી વહેલા નીકળવાની છૂટ અથવા થોડા સમય મતદાન માટે ગેરહાજર રહેવાની છૂટ આપવી જોઈએ તેમ, યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો-- પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટઃ કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ
ઉલ્લેખનીય છે કે, રવિવારના દિવસે સામાન્ય રીતે રાજ્ય સરકારના મોટાભાગની કચેરીઓ બંધ રહે છે, પરંતુ કેટલાક વિભાગો જેમ કે ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો, સહકારી બેન્કો બેંકો, રેલવે, ટેલિફોન, પોસ્ટ કચેરીઓ, દુકાનો, વેપારિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ તથા અન્ય આવશ્યક સેવાઓ આપતી સંસ્થાઓ રવિવારના રોજ પણ કાર્યરત રહેતી હોય છે. આ સંસ્થાના કર્મચારીઓને મતદાન કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે.
આ પણ વાંચો-- Visavadar : આક્ષેપોનો અખાડો શરુ, આપના કિરીટ પટેલ પર ગંભીર આરોપ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.