હવે કોંગ્રેસમાં લેટરકાંડઃ કોંગ્રેસના નેતાઓનું ભાજપ સાથે ‘સેટિંગ’નો આક્ષેપ
વરઘોડાના, રેસના અને લંગડા ઘોડાઓને અલગ તારવવાની પ્રક્રિયા સમયે લેટરકાંડથી ખળભળાટ

પત્રિકા વાયરલ કરી સંગઠન મહાસચિવ અને પ્રભારીને મોકલવામાં આવતાં વિવાદ વકર્યો

પત્રિકા વાયરલ કરી સંગઠન મહાસચિવ અને પ્રભારીને મોકલવામાં આવતાં વિવાદ વકર્યો
રાહુલ ગાંધીએ વરઘોડા તેમજ રેસના ઘોડા અને લંગડા ઘોડાઓને અલગ તારવી સંગઠનને મજબૂત બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેવામાં ભાજપની જેમ કોંગ્રેસમાં પણ લેટરકાંડ બહાર આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસના બે નેતાઓનું ભાજપ સાથે સેટિંગ હોવાની પત્રિકા વાયરલ થતાં કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પત્રિકા વાયરલ કરી સંગઠન મહાસચિવ અને પ્રભારીને મોકલાતા વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખની નિમણૂક માટે હાલમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તેવા સમયે લેટર કાંડ થયો છે. અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સામે આક્ષેપ કરતી પત્રિકા વાયરલ થઈ છે. બંને નેતાઓના ભાજપ સાથે સારા સંબંધો હોવાનો નનામી પત્રિકામાં ઉલ્લેખ કરી પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિકને પણ પત્રિકા મોકલવામાં આવી છે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા સમયે હિંમતસિંહે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે.
શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલી ચઢાવાઈ હોવાનો પત્રિકામાં ગંભીર આક્ષેપ કરાયો છે. પથ્થરમારાની ઘટના બાદ ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને શૈલેષ પરમારનું નામ ફરિયાદમાં ન આવે તેવું સમાધાન કર્યુ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ભાજપ સાથે મિલીભગતના કારણે કોંગ્રેસના કાર્યકરોએ જેલમાં જવું પડ્યું હોવાનો દાવો કરાયો છે. પથ્થરમારાની ઘટનામાં કાર્યકરોનો ભોગ લેનાર હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા પત્રિકામાં માંગ કરાઈ છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ ભાજપના નેતાઓ સાથે આર્થિક સેટિંગ કરી રાજકારણ રમતા હોવાનો પત્રિકામાં આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે.
વાયરલ લેટર અંગે હિંમતસિંહ પટેલે કહ્યું કે કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો કરાયો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ સંઘર્ષ કર્યો હતો. પોલીસે કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરી હતી. રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ પણ સમગ્ર ઘટનાથી વાકેફ છે. તેમણે ઉમેર્યુ કે, ભાજપ સાથે જોડાયેલા લોકોનું ષડયંત્ર છે. ભાજપ સાથે મળેલા લોકોએ સમગ્ર ષડયંત્ર કર્યું છે. પત્રિકા વાયરલ કરનારના નામ બહાર આવશે પાર્ટી હાઇકમાન્ડે ગંભીર નોંધ લઈને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાનું કહ્યું છે. જ્યારે કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારાની ઘટનાની ફરિયાદ સીસીટીવી ફૂટેજના આધારે થઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!