બિહારમાં ફરી NDAની 'સુનામી, PK ના સુપડા સાફ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025: NDAની 'સુનામી', નીતિશ કુમારની સત્તામાં વાપસી નિશ્ચિત!

બિહામાં ફરી બનશે નીતિશની સરકાર

બિહામાં ફરી બનશે નીતિશની સરકાર
પટણા: બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે ચાલી રહેલી મતગણતરીના વલણો હવે લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. વલણો સૂચવે છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ રાજ્યમાં જબરજસ્ત જીત નોંધાવીને ક્લીન સ્વીપ કર્યું છે.
તાજા વલણો મુજબ, NDA 192 બેઠકો પર પ્રભાવશાળી લીડ સાથે આગળ છે, જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 47 બેઠકો સુધી જ મર્યાદિત રહેલું જણાય છે. આ વલણો બિહારમાં ફરી એકવાર નીતિશ સરકાર સત્તામાં આવે તે નિશ્ચિત કરે છે.
JDU બન્યો 'સૌથી મોટો ખેલાડી'આ ચૂંટણીમાં સૌથી મોટો ફાયદો જનતા દળ યુનાઈટેડ (JDU) ને થયો છે. પાછલી 2020ની ચૂંટણીમાં 43 બેઠકો પર અટકી ગયેલી JDU આ વખતે 84 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. આ પરિણામો નીતિશ કુમારના રાજકીય કદમાં થયેલા વધારાને સ્પષ્ટપણે દર્શાવે છે.
મુખ્ય ઉમેદવારોની સ્થિતિ: હાર-જીતનો રોમાંચકેટલાક હાઇ-પ્રોફાઇલ ઉમેદવારોની સ્થિતિમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે:
તેજસ્વી યાદવ (RJD): રાઘોપુર બેઠક પર શરૂઆતમાં પાછળ રહ્યા બાદ હવે તેઓ NDAના ઉમેદવાર સતીશ યાદવ પર આગળ ચાલી રહ્યા છે.
તેજ પ્રતાપ યાદવ (RJD): તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ મહુઆ બેઠક પર પાછળ ચાલી રહ્યા છે.
સમ્રાટ ચૌધરી (JDU): તારાપુર બેઠક પર મજબૂત લીડ સાથે આગળ છે.
ઓસામા: શહાબુદ્દીનનો પુત્ર ઓસામા રઘુનાથપુરમાં ફરી એકવાર આગળ ચાલી રહ્યો છે.
રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શકી નથી. અપક્ષ ઉમેદવારો અને અન્ય નાના પક્ષો ચાર બેઠકો પર આગળ છે.
રેકોર્ડ બ્રેક મતદાનઆ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં કુલ 67.10% મતદાન નોંધાયું હતું. આ આંકડો 2020ની વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 10% વધુ છે, જેણે રાજ્યમાં લોકશાહી ઉત્સાહનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
પરિણામ: બિહારના મતદારોએ NDA અને નીતિશ કુમારના નેતૃત્વમાં મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!