એમ.કે. સ્ટાલિન : તમિલનાડુમાં હિન્દીને સ્થાન નહીં
મુખ્યમંત્રી સ્ટાલિને કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ: ભાષાના મુદ્દે કેન્દ્રને આપ્યો પડકાર

એમ.કે. સ્ટાલિન

એમ.કે. સ્ટાલિન
તમિલનાડુમાં ભાષાના મુદ્દે ફરી એકવાર રાજકીય જંગ છેડાયો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને હિન્દી ભાષાના વિરોધમાં આક્રમક વલણ અપનાવીને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાજ્યમાં હિન્દીનો સ્વીકાર ક્યારેય કરવામાં આવશે નહીં. ભાષા શહીદ દિવસના અવસરે કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવી સ્ટાલિને દક્ષિણ ભારતના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે.
તમિલનાડુમાં હિન્દી માટે કોઈ સ્થાન નથી :
સોશિયલ મીડિયા પર એક વિશેષ વિડિયો સંદેશ દ્વારા મુખ્યમંત્રીએ તમિલ ભાષા પ્રત્યેની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તમિલનાડુના લોકો પોતાની માતૃભાષાને જીવનથી પણ વધુ પ્રેમ કરે છે. તેમણે ભૂતકાળના સંઘર્ષોને યાદ કરતા ભારપૂર્વક કહ્યું કે જ્યારે પણ રાજ્ય પર હિન્દી ભાષા જબરદસ્તીથી થોપવાનો પ્રયાસ થયો છે, ત્યારે પ્રજાએ તેનો સજ્જડ વિરોધ કર્યો છે. તેમના મતે હિન્દી ભાષા માટે તમિલનાડુમાં ન તો ભૂતકાળમાં જગ્યા હતી, ન વર્તમાનમાં છે અને ન ભવિષ્યમાં ક્યારેય રહેશે.
ભાષાના શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ :
ભાષા આંદોલનમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા થલામુથુ અને નટરાસન જેવા શહીદોને સ્ટાલિને યાદ કર્યા હતા. ચેન્નાઈમાં તેમની પ્રતિમાઓનું અનાવરણ કરતી વખતે તેમણે કહ્યું કે આ લડાઈ માત્ર ભાષાની નથી પરંતુ અસ્તિત્વની છે. તેમણે ખાતરી આપી હતી કે હવે ભાષા માટે કોઈએ જીવ ગુમાવવો નહીં પડે, પરંતુ તમિલ પ્રત્યેનો પ્રેમ અને હિન્દી લાદવાનો વિરોધ હંમેશા અકબંધ રહેશે.
વિરોધનું મુખ્ય કારણ: નવી શિક્ષણ નીતિ :
તમિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે (DMK) લાંબા સમયથી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) નો વિરોધ કરી રહ્યો છે. આ નીતિમાં સૂચવવામાં આવેલી 'ત્રિ-ભાષા ફોર્મ્યુલા' ને સ્ટાલિન તમિલ સંસ્કૃતિ પરના આક્રમણ તરીકે જુએ છે. રાજ્યમાં વર્ષોથી તમિલ અને અંગ્રેજી એમ બે ભાષાઓની વ્યવસ્થા અમલી છે. હિન્દીને ત્રીજી ભાષા તરીકે દાખલ કરવાના કેન્દ્રના પગલાંને સ્ટાલિને ફરી એકવાર મોટો પડકાર ફેંક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!