કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડની રાજ્ય સરકારના કાર્યક્રમોમાંથી બાદબાકી!
‘સંવિધાન હત્યા દિવસ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમની યાદીમાં બચુ ખાબડનો સમાવેશ નહીં

ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો નારો આપનાર ભાજપની હજુ સુધી બચુ ખાબડ સામે કાર્યવાહી નહીં

ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો નારો આપનાર ભાજપની હજુ સુધી બચુ ખાબડ સામે કાર્યવાહી નહીં
રાજ્ય સરકારના બે મહત્વના કાર્યક્રમોમાંથી કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડની બાદબાકી કરવામાં આવી છે. ‘સંવિધાન હત્યા દિવસ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમોમાંથી બચુ ખાબડને પડતાં મૂકાયા છે. દાહોદ જિલ્લાના મનરેગા કોભાંડમાં બચુ ખાબડના બે પુત્રો અને ભાણેજની સંડોવણી બહાર આવતાં સરકારે બચુ ખાબડથી અંતર રાખવાનું શરૂ કર્યુ છે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ કેબિનેટ બેઠકોમાં પણ બચુ ખાબડની સતત ગેરહાજરી રહી છે.
કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડથી ભાજપ અને રાજ્ય સરકારે અંતર રાખવાનું મુનાસીબ માન્યુ છે. બચુ ખાબડને રાજ્ય સરકારના મહત્વના કાર્યક્રમોમાંથી પડતા મૂકાયા છે. 25 જૂને યોજાયેલા ‘સંવિધાન હત્યા દિવસ’ અને 26 થી 28 જૂન દરમિયાન યોજાનારા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમોમાંથી બચુ ખાબડની બાદબાકી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડમાં પરિવારજનોની સંડોવણી ખુલતાં રાજ્ય સરકારે તેમની બાદબાકી કરવાનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. મનરેગા કૌભાંડનો ખુલાસો થયા બાદ બચુ ખાબડ કેબિનેટ બેઠકોમાં પણ સતત ગેરહાજર રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં થનારા મંત્રીમંડળના વિસ્તરણમાં બચુ ખાબડને પડતા મૂકવામાં આવે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં રૂપિયા 71 કરોડના મનરેગા કૌભાંડમાં કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી ખુલતાં ધરપકડ કરવામાં આવી હતી. બચુ ખાબડના ભાણેજ દિલીપ ચૌહાણની પણ સંડોવણી ખુલતાં ધરપકડ કરાઈ હતી. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં સરકારી અધિકારીઓ અને એજન્સી માલિકોની મિલીભગતથી કૌભાંડ થયું હતું. અધૂરા કામોના ખોટા ક્મ્પલીશન સર્ટિફેકેટ આપી ભ્રષ્ટાચાર કરાયો હતો. તાલુકા અધિકારી કોઇપણ બાબતની ખરાઈ કર્યા વગર બિલો મંજૂર કરતા હતા. મનરેગા કૌભાંડમાં બે પુત્રો અને ભાણેજની સંડોવણી ખુલવા છતાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું સૂત્ર આપનાર ભાજપે હજુ સુધી બચુ ખાબડ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.
દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના કૌભાંડ બાદ બચુ ખાબડના વતનમાં તેમની અને પરિવારની જમીનો પર મનરેગામાં યોજના હેઠળ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. બચુ ખાબડના પરિવારના 12 સર્વે નંબરમાં 3 કરોડ કરતાં વધુ રકમના મનરેગાના કામો કર્યા વગર બારોબાર બિલ ચૂકવી દેવાયા હોવાનું સામે આવ્યુ હતું.
મનરેગા કૌભાંડનો ખુલાસો થયા બાદ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધી બે તત્કાલિન ટીડીઓ, એકાઉન્ટન્ટ સહિત 10 જેટલા કર્મચારી, અધિકારી તેમજ ચાર એજન્સી ધારકો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કૌભાંડમાં અત્યાર સુધી મંત્રી પુત્રો બળવંત ખાબડ, કિરણ ખાબડ સહિત કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર (DPC) તેમજ વર્ક મેનેજર હમીદઅલી આલમની પણ સંડોવણી સામે આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.