મહેસાણાની દૂધસાગર ડેરીના લાફા કાંડનો મામલો હવે મુખ્યમંત્રીની કોર્ટમાં!
ડેરીના ચેરમેન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને મળી રજૂઆત કરશે

દૂધના પાવડર અંગે આક્ષેપ મુદ્દે સક્ષમ ઓથોરિટી પાસે તપાસ કરવામાં આવેઃ અશોક ચૌધરી

દૂધના પાવડર અંગે આક્ષેપ મુદ્દે સક્ષમ ઓથોરિટી પાસે તપાસ કરવામાં આવેઃ અશોક ચૌધરી
દૂધસાગર ડેરીના નિયામક મંડળની બેઠકમાં ચેરમેન અને વાઈસ ચેરમેનના લાફા કાંડન વિવાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોર્ટમાં પહોંચે તેવી શક્યતા છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પત્રકાર પરિષદ કરી તેમની સામે થયેલા આક્ષેપોને ફગાવી દીધા છે. ડેરીના સાડા ચાર વર્ષનો હિસાબ આપી અશોક ચૌધરીએ દૂધના પાવડર અંગે થયેલા આક્ષેપ મુદ્દે સક્ષમ ઓથોરિટી પાસે તપાસ કરાવવા માટે તેઓ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને મળી રજૂઆત કરવાના હોવાનું જણાવ્યુ છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલે પણ ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓને મળી રજૂઆત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પત્રકાર પરિષદ કરી ડેરી સામે થયેલા આક્ષેપ મુદ્દે વિરોધી જૂથને જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લાં 3 થી 4 દિવસથી ડેરી સામે અપ્રચાર ચાલી રહ્યો છે. તેના કારણે પશુપાલકોને નુકસાન ન થાય અને સાચી વાત લોકો સુધી જાય તે માટે પત્રકાર પરિષદ કરી હોવાનું જણાવ્યુ હતું.
દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું હોવા મુદ્દે તેમણે કહ્યું કે, અમારો બધો વેપાર ફેડરેશન સાથે થાય છે. તેમાં 20 દિવસની સાઇકલ ચાલતી હોય છે. ડેરીએ ફેડરેશન પાસે કાયમી 400 થી 450 કરોડ લેવાના થતા હોય છે. હાલમાં અમારે ફેડરેશન પાસે 1100 કરોડ લેવાના થતા હતા. આ કપાત કરતાં 974 કરોડ લેવાના નીકળતા હતા. 31 માર્ચે ફેડરેશનને વિનંતી કરી કે અમને લોન ભરવા અમારા પૈસા આપો. જેથી ફેડરેશને અમને માર્ચ મહિનામાં 922 કરોડ રૂપિયા આપ્યા હતા. જે લેવાના નીકળતા હતા. અત્યારે પણ 52 કરોડ લેવાના નીકળે છે. એટલે અમે વેપારના પૈસા લીધા છે કોઈ એડવાન્સ પૈસા લીધા નથી.
દૂધનો પાવડર ફેડરેશન પાસેથી ખરીદ્યો ત્યારે મહેસાણા ડેરીનો પાવડર 270 રૂપિયે વેચાતો હતો. અમે નીચા ભાવે ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કર્યુ છે. જેના કારણે ડેરીને 16 કરોડનો ફાયદો થયો. ડેરીને જ્યારે પાવડરની જરૂર પડે ત્યારે લેતી હોય છે. આ પાવડર ફેડરેશન પાસેથી લેવામાં આવ્યો છે. જેમાં કોઈ બહારની કોઈ પાર્ટી નથી. 6 મહિના જૂની વાત અત્યારે ઉખેડવાનો મતલબ બીજો છે. પાવડર ખરીદીથી ડેરીને કોઈ નુકસાન થયું નથી. ઉલ્ટાનું ડેરીને 16 કરોડનો ફાયદો થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે ચૂંટાઈને આવ્યા પછી 792 કરોડ કરતાં વધુની મિલકતો વધી છે. અમે 400 કરોડ કરતા વધુનું જૂનું દેવું ચૂકતે કર્યુ છે. 304 કરોડની જૂની લોન ભરી છે. તેમ છતાં અમારી લોન્ગ ટર્મ લોન 600 કરોડ જેટલી છે. જૂની લોન ભરીને નવું રોકાણ કર્યુ હોવા છતાં લોન ઓછી કરી છે. ડેરીમાં અત્યારે માલ સ્ટોક 1243 કરોડનો છે અને લોન 513 કરોડ બાકી છે. આ તંદુરસ્ત બેલેન્સ સીટની નિશાની છે.
તેમણે ઉમેર્યું કે, દૂધના પાવડરમાં જ્યારે માલ ન વેચાયો હોય ત્યારે 10 દિવસ પહેલા સેમ્પલ લેવાય અને સેમ્પલ ફેડરેશન પાસે જાય. ફેડરેશન જ્યારે રિપોર્ટ આપે ત્યારે જ તેનો ઉપયોગ થાય છે. અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે જે પાવડર નો વિવાદ છે તેનું સરકારી વિભાગ પાસે સેમ્પલ લેવામાં આવે. સક્ષમ ઓથોરિટી પાસે તપાસ કરાવી દોષિત હોય તો સજા આપે અને દોષિત ન હોય તો ક્લીનચિટ આપે.
દૂધ સંપાદન બાબતે તેમણે જણાવ્યું કે, અમારા સમયગાળા દરમિયાન દૂધના સંપાદનમાં 12 ટકાનો વધારો થયો છે. પશુપાલકોને સારો ભાવ મળતાં દૂધ સંપાદન વધ્યું છે. અન્ય રાજ્યોમાં પણ દૂધ સંપાદનનું કામ શરૂ કર્યું છે. વર્ષ 2021-22માં 321 કરોડ, વર્ષ 2022-23 માં 375 કરોડ અને 2023-24 માં 402 કરોડનો ભાવ વધારો આપ્યો. 65 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ભાવ વધારો અમે ચુકવ્યો છે. અગાઉ ભેંસનું દૂધ વધારે આવતું હતું. જ્યારે હાલમાં ગાયનું દૂધ વધુ આવે છે. તેથી માર્કેટની માંગ પ્રમાણે ભેંસને પ્રોત્સાહન મળે તે માટે 25 રૂપિયા વધુ આપીએ છીએ. કોઠામાં કોઈ જ ફેરફાર કરાયો નથી. અમારા વિરોધીઓ ખોટા છાંટા ઉડાડીને ડેરીને બદનામ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?