રેપ મુદ્દે મમતા બેનરજીનું વિવાદાસ્પદ નિવેદન
પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું, યુવતીઓએ રાત્રે બહાર જવાનું ટાળવું

મમતા બેનરજી

મમતા બેનરજી
પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, ત્યારે CM મમતા બેનરજી એ આપેલા એક વિવાદાસ્પદ નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે. દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપની ઘટના અંગે ટિપ્પણી કરતાં મમતા બેનરજી એ પીડિતા પર જ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું જોઈએ અને પોતાનું રક્ષણ જાતે કરવું જોઈએ. આ નિવેદનને કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે અને વિપક્ષ તૃણમૂલ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
દુર્ગાપુરની એક ખાનગી કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની રાત્રે તેના મિત્રની સાથે કોલેજની બહાર નીકળી હતી. આ દરમિયાન કોલેજ કેમ્પસની નજીક જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેના પર ગેંગરેપ કર્યો હતો. આ સંવેદનશીલ મામલા અંગે મીડિયા સાથે વાતચીત કરતાં મમતા બેનરજી એ ખાનગી કોલેજોને પણ વિદ્યાર્થીઓની જવાબદારી લેવા માટે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, પોલીસ દરેક ઘર પર નજર ન રાખી શકે. જો કોઈએ રાત્રે સાડા બાર વાગ્યે બહાર જવું હોય તો જઈ શકે છે, તે તેમનો અધિકાર છે, પરંતુ જે લોકો હોસ્ટેલમાં રહે છે તેમના માટે એક સિસ્ટમ છે.
આ પણ વાંચો: કોલકાતા ગેંગરેપ: ત્રણેય આરોપીઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા
પોલીસને જાણ ન હોય કે કોણ હોસ્ટેલ બહાર નીકળશે
મમતા બેનરજી એ રાજ્યમાં અભ્યાસ માટે બહારથી આવનારા યુવક-યુવતીઓને વિનંતી કરતા વધુમાં જણાવ્યું હતું કે, તેઓ રાત્રે બહાર જવાનું ટાળે, કેમ કે પોલીસને એ જાણકારી ન હોય કે કોણ હોસ્ટેલની બહાર નીકળશે. આ નિવેદન તુરંત જ વિવાદનું કેન્દ્ર બન્યું છે.
BJP એ CM પર કર્યા આકરા પ્રહાર
વિપક્ષ ભારતીય જનતા પાર્ટી એ મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, મમતા બેનરજીનું આ નિવેદન સાબિત કરે છે કે મહિલાઓની સુરક્ષાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ સરકાર કોઈ જ જવાબદારી લેવા માંગતી નથી અને તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ તરફ રેપની આ ઘટનામાં સામેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?