રાજકોટ ભાજપમાં લેટર બોમ્બ, નવા સંગઠન પહેલા વિવાદ!
દુષ્યંત સંપટને મહામંત્રી બનાવવા ભલામણ, અશ્વિન મોલિયાએ સમગ્ર ઘટનાને ષડયંત્ર ગણાવ્યું

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય અને વાયરલ થયેલો લેટર

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય અને વાયરલ થયેલો લેટર
રાજકોટ શહેર ભાજપમાં નવા સંગઠનની રચના પૂર્વે જ વિવાદની ચિંગારી ફૂટી છે. શહેરના સામાકાંઠા વિસ્તારના આગેવાનો દ્વારા શહેર ભાજપના નવા મહામંત્રી તરીકે દુષ્યંત સંપટને નિયુક્ત કરવાની ભલામણ સાથેનું પત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેને કારણે લેટર બોમ્બ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
આ પત્ર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેને સંબોધી લખાયો હતો, જેમાં વિધાનસભા 68 ઝોનમાંથી દુષ્યંત સંપટને મહામંત્રી તરીકે પસંદ કરવાની ભલામણ કરવામાં આવી છે. પત્રમાં દલીલ કરવામાં આવી છે કે દુષ્યંત સંપટનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છે અને સામાજિક સમરસતા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.
લેટરમાં પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા સહિતના અનેક આગેવાનોના નામોનો ઉલ્લેખ છે, પરંતુ તેમની સહી નથી. કેટલાક આગેવાનોનું કહેવું છે કે લેટર વાયરલ કરવું એ પાર્ટીની પદ્ધતિ નથી અને સંગઠન રચના દરમિયાન આવા મતભેદ સ્વાભાવિક છે.
વર્તમાન મહામંત્રી અશ્વિન મોલિયાએ આ લેટરને પાર્ટીને બદનામ કરવાની સાજીશ ગણાવી છે. તેમનું કહેવું છે કે લેટરમાં માત્ર પાંચ લોકોની જ સહી છે, બાકી નામો ઉમેરવામાં આવ્યા છે. રજૂઆત કરવી હોય તો યોગ્ય માર્ગે કરવી જોઈએ, આવી રીતે લેટર વાઇરલ કરવાથી પાર્ટીની છબી ખરાબ થાય છે.
આ સમગ્ર વિવાદથી રાજકોટ શહેર ભાજપના આંતરિક જૂથવાદના સંકેત સ્પષ્ટ થયા છે. જોકે અશ્વિન મોલિયાએ જણાવ્યું કે તમામ મોરચાના આગેવાનો એકસાથે કાર્ય કરી રહ્યા છે અને પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!