ભાજપમાં ફરી ભડકો, ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે લેટર બોમ્બ
પત્રમાં છેલ્લે ભાજપની અને સંઘની કાર્યકર્તા તેવું લખાયેલું છે

પત્રમાં છેલ્લે ભાજપની અને સંઘની કાર્યકર્તા તેવું લખાયેલું છે

પત્રમાં છેલ્લે ભાજપની અને સંઘની કાર્યકર્તા તેવું લખાયેલું છે
રાજકોટના ઉપલેટાના ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતો નનામો લેટર બોમ્બ વાયરલ થતાં ભાજપના રાજકારણમાં ફરી એક વાર ભડકો થયો છે. આ સમગ્ર ઘટના ભાજપની અંદર ચાલી રહેલા આંતરિક ગૃપિઝમ અને આંતરિક અસંતોષનું એક જીવંત ઉદાહરણ લાગે છે. જયારે શાસક પક્ષના જ કોઈ ધારાસભ્ય વિરુદ્ધ આવી રીતે પત્રો વાયરલ થાય અને તેમાં ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો હોય, ત્યારે એ માત્ર વ્યક્તિગત વિવાદ નહીં પણ સંગઠનના આંતરિક તાણાવાણાનું પ્રતિબિંબ બની જાય છે.
મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ વાયરલ થયેલા પત્રમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે , જેમાં કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણી, સરકારી અધિકારીઓ પાસેથી હપ્તા લેવાનો આરોપ, નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અહીં સુધી કે તેમના માણસ વ્યભિચારમાં સંડોવાયેલો છે તેવા ગંભીર મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા છે તે ખરેખર ચિંતાજનક છે, ભલે તે સાચા હોય કે ખોટા.
ધારાસભ્ય પાડલિયાની પ્રાથમિક પ્રતિક્રિયા મુજબ તેમણે આ પત્રને ઈર્ષા અને દ્વેષજન્ય કૃત્ય ગણાવ્યું છે અને જિલ્લા પોલીસ વડાને પગલાં લેવા વિનંતી પણ કરી છે. એમની આ વાતથી એવું સ્પષ્ટ થાય છે કે ભલે આ પત્રનો સ્ત્રોત હજુ જાણીતો ન હોય, પરંતુ પક્ષની અંદર કોઈ નારાજ સંતોષ ધરાવતો વર્ગ છે, જે ગુપ્ત રીતે પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાડલિયાએ વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નનામા પત્રો વાયરલ થયા હતા. મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસ.પી.ને પત્રની કોપી સાથે વાયરલ કરનાર શખ્સ વિરૂધ્ધ પગલા લેવા રજૂઆત કરી છે.
સવાલ એ છે કે:
આ પત્રમાં ગંભીર આરોપો લગાવાયેલા છે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. પત્રમાં લગાવાયેલા આરોપો મુજબ ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ.બે-ત્રણ હજાર ઉઘરાવે છે તો એવો પણ આરોપ છે કે પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી પણ હપ્તા લે છે. ઉપરાંત નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સાથે તેમજ તેમનો એક નજીકનો માણસ વ્યભિચારમાં સંડોવાયેલો છે તે સહિતના ગંભીર આક્ષેપ પણ કરાયા છે. પત્રમાં છેલ્લે 'લિ.ભાજપ અને સંઘની કાર્યકર્તા ' તેવું લખાયેલું છે. અને તેવા નામથી વાયરલ કરીને તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે.
આ પણ વાંચો---શું ગુજરાત ભાજપ પ્રમુખની વરણી નહી થતાં રાષ્ટ્રીય ભાજપ પ્રમુખનું કોકડું ગૂંચવાયું?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!