Bihar : ચૂંટણી પહેલાં લાલુ પરિવારમાં ભૂકંપ, પુત્ર તેજ પ્રતાપ પાર્ટીમાંથી સસ્પેન્ડ!
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે પોતાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા...

RJD માં તેજ પ્રતાપનો યુગ સમાપ્ત...

RJD માં તેજ પ્રતાપનો યુગ સમાપ્ત...
રાજકીય વર્તુળોમાં મોટી હલચલ મચાવતા એક ઘટનાક્રમમાં, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે પોતાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કાઢ્યા છે. આ નિર્ણય તેજ પ્રતાપ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક વિવાદાસ્પદ પોસ્ટ બાદ લેવામાં આવ્યો છે, જેણે પરિવાર અને પક્ષ બંનેમાં ખળભળાટ મચાવ્યો હતો.
વિવાદનું મૂળ, ફેસબુક પોસ્ટ અને પ્રતિક્રિયા...
તાજેતરમાં, તેજ પ્રતાપ યાદવના ફેસબુક એકાઉન્ટ પરથી એક મહિલા સાથેની તેમની તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીર સાથે લખવામાં આવ્યું હતું કે બંને છેલ્લા 12 વર્ષથી સંબંધમાં છે. જોકે, થોડા સમય બાદ તેજ પ્રતાપે દાવો કર્યો હતો કે તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને તેમને બદનામ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમણે આ તસવીરને પણ "ફેક" ગણાવી હતી અને દાવો કર્યો હતો કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી બનાવવામાં આવી છે.
લાલુ યાદવનો સખત સંદેશ...
આ મામલે લાલુ યાદવે સખત વલણ અપનાવ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં લખ્યું કે, "ખાનગી જીવનમાં નૈતિક મૂલ્યોની અવહેલના કરવી અમારા સામાજિક ન્યાય માટેના સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. જ્યેષ્ઠ પુત્રની પ્રવૃત્તિઓ, લોક આચરણ અને ગેરજવાબદાર વર્તન અમારા પારિવારિક મૂલ્યો અને સંસ્કારોને અનુરૂપ નથી. આથી ઉપરોક્ત પરિસ્થિતિઓના કારણે તેને પાર્ટી અને પરિવારથી દૂર કરું છું. હવેથી પાર્ટી અને પરિવારમાં તેની કોઈપણ પ્રકારની કોઈ ભૂમિકા રહેશે નહીં. તેને પાર્ટીમાંથી 6 વર્ષ માટે નિષ્કાસિત કરવામાં આવે છે. પોતાના ખાનગી જીવનનું ભલું-બૂરું અને ગુણ-દોષ જોવામાં તે પોતે સક્ષમ છે. તેની સાથે જે પણ લોકો સંબંધ રાખશે તે સ્વવિવેકથી નિર્ણય લે. લોકજીવનમાં લોકલાજનો હું હંમેશા હિમાયતી રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ સાર્વજનિક જીવનમાં આ જ વિચારને અંગીકાર કરીને અનુસરણ કર્યું છે. ધન્યવાદ."
ચૂંટણી પહેલાં પરિવારમાં ઉથલપાથલ...
ઉલ્લેખનીય છે કે, બિહારમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આવા સંજોગોમાં લાલુ પરિવારમાં સર્જાયેલી આ આંતરિક કલહ ચૂંટણીમાં એક મોટો મુદ્દો બની શકે છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ ઘટનાનો ચૂંટણી પર વ્યાપક અસર પડી શકે છે. તેજ પ્રતાપની ફેસબુક પોસ્ટ બાદ તેમની ઘણી અન્ય તસવીરો પણ વાયરલ થઈ હતી, જોકે તેની પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના બાદ લોકોએ તેજ પ્રતાપને સવાલ કર્યા હતા કે જો તેઓ અનુષ્કા સાથે સંબંધમાં હતા, તો તેમણે ઐશ્વર્યાનું જીવન શા માટે બરબાદ કર્યું? આ સમગ્ર ઘટનાક્રમને લાલુ યાદવ દ્વારા "ડેમેજ કંટ્રોલ"ના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેથી પક્ષની છબીને વધુ નુકસાન ન થાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!