કચ્છ પંચાયતમાં બબાલ!
‘એક્સપાયરી દવા’ મુદ્દે કોંગ્રેસનો વિરોધ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
કચ્છ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો હલ્લાબોલ! ‘એક્સપાયરી દવા’થી ચેમ્બર ફાળવણી સુધી સત્તાધીશોને ઘેર્યા
ભુજ: કચ્છ જિલ્લા પંચાયતના વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા કોંગ્રેસે આજે મોરચો ખોલ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને આવેદનપત્ર પાઠવી આરોગ્ય, શિક્ષણ, ચેમ્બર ફાળવણી અને સામાજિક ન્યાય સમિતિ સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. કોંગ્રેસના વિરોધને પગલે જિલ્લા પંચાયત ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
આરોગ્ય કેન્દ્રોમાં એક્સપાયરી દવાઓ મળ્યાનો કોંગ્રેસનો આક્ષેપ
કચ્છ જિલ્લા કોંગ્રેસે આરોગ્ય વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના આક્ષેપ મુજબ કચ્છના સામુહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોમાંથી એક્સપાયરી દવાઓ મળી આવી છે. આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
ચેમ્બર ફાળવણી મુદ્દે પણ વિપક્ષનો વિરોધ
જિલ્લા પંચાયતમાં ચેમ્બર ફાળવણીનો મુદ્દો પણ કોંગ્રેસે ઉગ્રતાથી ઉઠાવ્યો હતો. કોંગ્રેસના આક્ષેપ મુજબ બાંધકામ ચેરમેન, કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખને નિયમોની વિરુદ્ધ ચેમ્બર ફાળવવામાં આવ્યા છે. કોંગ્રેસે વિપક્ષને પણ નિયમ મુજબ ચેમ્બર ફાળવવાની માંગ કરી છે. જો ચેમ્બર ફાળવણીમાં ભેદભાવ કરવામાં આવશે તો કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.
સામાજિક ન્યાય સમિતિની રચના સામે સવાલ
ભુજ, ભચાઉ અને મુન્દ્રા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચનાને લઈને પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ નિયમોને બાજુ પર રાખીને સમિતિઓની રચના કરવામાં આવી છે. જેથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જો ગેરરીતિ થઈ હોવાનું સામે આવે તો આ સમિતિઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે.
વિકાસના કામોમાં સત્તાના દુરુપયોગનો આક્ષેપ
આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય, રસ્તા અને સિંચાઈના મંજૂર થયેલા કામોમાં ભાજપના ધારાસભ્યો અને નેતાઓ દ્વારા સત્તાના દુરુપયોગનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેટલાક વિકાસ કામોમાં ભાજપના પક્ષના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે અને આવા કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓની હાજરી અંગે પણ સવાલો ઊભા થાય છે. સમગ્ર મામલે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસના વિરોધ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
કોંગ્રેસના વિરોધને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતમાં પ્રવેશ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. આમ, કચ્છ જિલ્લા પંચાયતના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસે સત્તાધારી પક્ષ સામે આક્ષેપોની ઝડી વરસાવી છે. હવે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને આક્ષેપો અંગે તંત્ર દ્વારા શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી? રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે 120 નેતાઓના ઇન્ટરવ્યુ! રાહુલ ગાંધીની ‘નવી ટીમ’માં કોને મળશે તક અને કોંગ્રેસના સંગઠનમાં શું બદલાશે?

ગુજરાત માટે 8 સપ્ટેમ્બર બનશે ખાસ! PM મોદી ગુજરાત આવી રહ્યા છે… અને સાથે આવી રહી છે ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની મોટી ભેટ!

ભાજપે વ્હિપ જાહેર કરી છતાં બળવો કેમ ન અટક્યો? રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં હવે મામલો બની ગયો છે ‘ભાજપ સામે ભાજપ’નો! 5 બેઠકો પર ભાજપના જ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર