'રાહત'ના નામે મજાક: ભાજપ નેતાએ આપ્યું રાજીનામું
₹9,815 કરોડનું પેકેજ 'નિયમ મુજબ': ખેડૂત પુત્રનો વિરોધ, સરકાર પર અન્યાયનો આરોપ

ખેડૂત સહાય પેકેજ પર ભાજપમાં જ વિરોધ

ખેડૂત સહાય પેકેજ પર ભાજપમાં જ વિરોધ
ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે શાસક પક્ષ ભાજપમાં જ ભડકો થયો છે. એક તરફ વિપક્ષ આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવી રહ્યું છે, તો બીજી તરફ અમરેલી જિલ્લા ભાજપના નેતાએ વિરોધ સ્વરૂપે રાજીનામું ધરી દીધું છે.
કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ₹9,815 કરોડનું પેકેજ છે અને ખેડૂતોને હેક્ટર દીઠ ₹22,000 બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. જોકે, આ રકમ SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ)ના નિયમો મુજબ જ છે. સવાલ એ છે કે જો આ નિયમ મુજબની જ સહાય છે, તો સરકાર તેને 'મોટું રાહત પેકેજ' તરીકે કેવી રીતે રજૂ કરી શકે? નિષ્ણાતોના મતે, આ પેકેજ રાહત નહીં, પરંતુ ખેડૂતોને થયેલા ભારે નુકસાન સામે નુકસાની કરતા પણ ઓછા પૈસા આપીને તેમની મજાક સમાન છે.
અમરેલી ભાજપમાં ખળભળાટસાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી, APMCના ડાયરેક્ટર અને ખડસલી સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરીને પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાને કારણે જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
માલાણીએ પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ 2025ની અતિવૃષ્ટિમાં સરકારની વ્હાલા-દવલાની નીતિ અને ખેડૂતોની તબાહ થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને જાહેર કરાયેલા સહાય પેકેજથી સખત નારાજ છે. તેમણે આ પેકેજને 'ખેડૂતોની મજાક સમાન' ગણાવ્યું હતું અને ખેડૂત પુત્ર હોવાના નાતે નૈતિકતાના ધોરણે આ નિર્ણય લીધો છે.
માલાણીએ સરકાર પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવતા કહ્યું કે:
ખેડૂતોને કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન અને અન્ય ખેત જણસોના વાવેતર પાછળ મોટો ખર્ચ થયો છે, જેમાં મજૂરીનો ખર્ચ પણ લાગે છે.
₹9,815 કરોડનું પેકેજ નુકસાનના પ્રમાણમાં ઘણું ઓછું છે.
તેમણે સરકારને આ મુદ્દે ફરીથી વિચારણા કરીને ખેડૂતોને પૂરતી સહાય મળે તેવી માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!