નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ ગામના ચોરે પહોંચ્યો!
રાજપીપળાના કાર્યક્રમમાં ધારાસભ્યના વોકઆઉટ બાદ ભાજપમાં અસંતોષ, સાંસદે આપ્યું સમર્થન

AI જનરેટેડ

AI જનરેટેડ
સુશાસન કાર્યક્રમમાં સર્જાયો વિવાદ
ભાજપ સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદાના જિલ્લા મથક રાજપીપળા સ્થિત આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જોકે કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ નારાજ થઈ વોકઆઉટ કરતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
અપમાનનો આક્ષેપ કરી ધરણાં પર બેઠાં
ડૉ. દર્શનાબેન દેશમુખે આરોપ મૂક્યો હતો કે, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા છેલ્લા બે વર્ષથી સતત તેમની અવગણના અને અપમાન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં ધારાસભ્યનો પ્રોટોકોલ ન જાળવીને સ્વાગત પણ કરાયું નહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. પોતાના અપમાન મુદ્દે તેમણે ખુલ્લો વિરોધ નોંધાવી ધરણાં પર બેસી જવાનો નિર્ણય લીધો હતો. ધરણાં બેઠાં બાદ તેમણે સંગઠન તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ
ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે દાવો કર્યો હતો કે, જિલ્લા ભાજપ પ્રમુખને ગાંધીનગરના એક મોટા નેતાનું પીઠબળ મળતું હોવાથી તેઓ મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે. આ કારણે સ્થાનિક સંગઠનમાં અસંતોષ વધ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમના નિવેદન બાદ ભાજપના સ્થાનિક નેતાઓમાં પણ અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ આપ્યું ખુલ્લું સમર્થન
ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધરણાં સ્થળે પહોંચ્યા હતા અને તેમણે ડૉ. દર્શના દેશમુખને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે માત્ર એક ધારાસભ્યનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે કડક વલણ અપનાવવાની તેમજ રાજીનામું લઈ લેવાની પ્રદેશ ભાજપના નેતાઓ સમક્ષ માંગ પણ કરી હતી.
7 મહિના અગાઉ મનસુખ વસાવા અને દર્શના દેશમુખ સામસામે હતાં
ભ્રષ્ટાચારના આક્ષેપો અને પક્ષની આંતરિક ખેંચતાણના કારણે દર્શનાબેન દેશમુખ અવારનવાર ચર્ચામાં રહ્યા છે. ડિસેમ્બર 2025માં, સાંસદ મનસુખ વસાવા દ્વારા તેમના પર આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય પક્ષો સાથે સાંઠગાઠના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. જેના જવાબમાં ડૉ. દેશમુખે કાયદાકીય પગલાં (માનહાનિનો દાવો) કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જૂના વિવાદો પર પણ કરી ટિપ્પણી
સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી દરમિયાન થયેલા એક વિવાદ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમની સામે કોઈ હાથ ઉઠાવી શકે તેવી સ્થિતિ નથી અને આવી હરકત સહન કરવામાં નહીં આવે. ચૂંટણી દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે મનસુખ વસાવા ઉપર હાથ ઉપાડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
AAPના ચૈતર વસાવાએ પણ મજા લીધી
બીજી તરફ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સમગ્ર ઘટનાને આદિવાસી સમાજના અપમાન સાથે જોડીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર લાંબા સમયથી આદિવાસી સમાજની અવગણના કરતી આવી છે અને હવે પોતાની જ પાર્ટીના ધારાસભ્ય સાથે થયેલી ઘટનાએ આ મુદ્દાને વધુ ઉજાગર કર્યો છે.
ભાજપમાં આંતરિક અસંતોષ ચર્ચાનો વિષય
ડૉ. દર્શનાબેન દેશમુખના વોકઆઉટ અને ત્યારબાદના ધરણાં બાદ નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક મતભેદો સપાટી પર આવી ગયા છે. સ્થાનિક નેતાઓના નિવેદનો અને ખુલ્લા વિરોધને કારણે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વેગ પકડે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?