ભરૂચ ભાજપમાં આંતરિક વિખવાદ: સાંસદ મનસુખ વસાવાની ખુલ્લી નારાજગી
BTP-AAPમાંથી આવેલા કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યુ હોવાનો સાંસદનો આક્ષેપ

સંગઠનની રચનામાં આદિવાસી-પટેલ સમાજની અવગણના કરાઈ હોવાનો ઠાલવ્યો બળાપો

સંગઠનની રચનામાં આદિવાસી-પટેલ સમાજની અવગણના કરાઈ હોવાનો ઠાલવ્યો બળાપો
ગુજરાતમાં ભાજપના નવા સંગઠનની રચના બાદ ધીમે ધીમે અસંતોષ બહાર આવી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંગઠનના હોદ્દેદારોની નિમણૂક મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલ્લી નારાજગી વ્યક્ત કરતાં ભરૂચ ભાજપમાં ભડકો થયો છે. ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક બાબતે જિલ્લા ભાજપ પ્રમુખની ઝાટકણી કાઢતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. BTP અને AAP જેવા અન્ય પક્ષમાંથી આવેલા કાર્યકરોને હોદ્દા આપવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તાલુકા સંગઠનમાં ભાજપના હોદ્દેદારોની વરણી કરી છે. તેમાં મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તેમજ સાંસદ તરીકે મને વિશ્વાસમાં લીધો નથી. જિલ્લા પ્રમુખ સાથે અમારી વારંવાર મીટિંગ થવા છતાં પણ ધારાસભ્યો અને અમારા સૂચનોની અવગણના કરી છે. જિલ્લા પ્રમુખે તેમની આસપાસની ટોળકીનાં દબાણથી તાલુકા સંગઠનમાં હોદ્દેદારોની નિમણુક કરી છે. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકશાન પહોંચાડશે.
તેમણે ઉમેર્યુ છે કે, ભરૂચ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો હોવા છતાં તાલુકા સંગઠનમાં આદિવાસી લોકોને ઓછું સ્થાન મળ્યું છે. વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂંક કરી છે. જેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે. તેવી રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરવામાં આવી છે. ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય હોવાથી મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ. ઝઘડિયામાં પટેલ સમાજ પ્રભુત્વ ધરાવતો હોવા છતાં અવગણના કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું કહેવું છે કે ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે. અમે સાથે મળીને પાર્ટીનો વિકાસ કરીશું. બંને તાલુકાનાં સંગઠનમાં નવા નિમણૂક પામેલા આગેવાનોએ મારી મુલાકાત લીધી છે અને વિગતવાર ચર્ચા પણ કરી છે. આ બાબતે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કીધું કે આપણે એક થઇને નિરાકરણ લાવીશું. પરંતુ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી. જિલ્લા પ્રમુખની વાત પરથી સ્પષ્ટ થયુ છે કે, ભરૂચ જિલ્લામાં ભાજપના નેતાઓ વચ્ચે સંકલન નથી. તેના કારણે પક્ષમાં જૂથવાદ વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. જિલ્લાનાં ધારાસભ્યો જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીથી નારાજ છે. જેને લઈ જિલ્લા પ્રમુખે આત્મમંથન કરવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!