મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ: ટ્રમ્પ પછી હવે કેજરીવાલે પણ કર્યો દાવો
મોહાલી ખાતે કેજરીવાલે નોબેલ પુરસ્કાર માટે પોતાની જ યોગ્યતા જણાવી, રાજકીય ગરમાવો ઊભો કર્યો

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ
ટ્રમ્પની જેમ હવે અરવિંદ કેજરીવાલે પણ નોબેલ પુરસ્કારનો કર્યો દાવો, કહ્યું - 'મને શાસન માટે નોબેલ મળવો જોઈએ'
અત્યારસુધી વૈજ્ઞાનિક, સાહિત્યકાર અને શાંતિદૂતોને આપવામાં આવતું વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન નોબેલ પુરસ્કાર હવે રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના નેતા અરવિંદ કેજરીવાલે પણ નોબેલ પુરસ્કાર માટે પોતાની યોગ્યતા દર્શાવી છે.
પંજાબના મોહાલી ખાતે એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું કે, તેમણે લેફ્ટનન્ટ ગવર્નરના અવરોધો હોવા છતાં દિલ્હીની શાસન વ્યવસ્થાને ચોખ્ખી રીતે ચલાવી છે, જેના માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.
આ કાર્યક્રમમાં પંજાબના CM ભગવંત માન સહિત ઘણા AAPના નેતાઓ હાજર રહ્યા હતા. કેજરીવાલે તેમનું નિવેદન આપતી વખતે જણાવ્યું કે, "જ્યારે અમે સરકાર છોડી ત્યારે દિલ્હીને અમારી યાદ આવી રહી છે. તેમણે મોહલ્લા ક્લિનિક બંધ કરી દીધાં, હોસ્પિટલમાં મફત દવાઓ અને તપાસ બંધ કરી, રસ્તાઓ ખરાબ છે અને કચરો દરેક જગ્યાએ છે."
તેમણે એમ પણ કહ્યું કે, "પાછલા વર્ષે 50 ડિગ્રી તાપમાન હોવા છતાં પણ એક મિનિટ માટે વીજ કાપ મૂકવામાં આવ્યો ન હતો. હવે સતત લોડશેડિંગ છે. BJPએ દિલ્હીને બગાડી દીધી છે અને હવે માત્ર પૈસા કમાવાની રાજનીતિ ચાલી રહી છે."
ટ્રમ્પના મુદ્દે જો વાત કરીએ તો, થોડા દિવસો પહેલાં ઈઝરાયેલના વડાપ્રધાન નેટન્યાહૂએ તેમને શાંતિ સ્થાપન માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યું હતું. ટ્રમ્પ વર્ષ 2018થી અત્યારસુધી 7 વખત નોબેલ માટે નામાંકિત થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પુરસ્કાર મળ્યો નથી. તાજેતરમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવમાં નિવારણ લાવ્યા બદલ પણ ટ્રમ્પને સમર્થન મળ્યું છે.
કેજરીવાલના નિવેદન પછી ભાજપે તેમની ટિપ્પણી કરતા ટાર્ગેટ કર્યાં છે અને તેને રાજકીય નાટક ગણાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?