મોદી, શાહ, ગાંધી ની બેઠકે કેમ દેશમાં જગાવી ચર્ચા ?
મૂદ્દો નિયુક્તિનો હતો, તો ૮૮ મિનિટ શું કરી ચર્ચા જાણવા માં રસ છે દેશને

મોદી શાહ અને રાહુલ વચ્ચે દિલ્લીમાં બેઠક

મોદી શાહ અને રાહુલ વચ્ચે દિલ્લીમાં બેઠક
બુધવારે દિલ્હીમાં યોજાયેલી એક બેઠક સામાન્ય પ્રક્રિયાત્મક ચર્ચાથી આગળ વધી ગઈ. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC), વિજિલન્સ કમિશન અને ઇલેકશન કમિશન માટેના નામાંકો નક્કી કરવા બોલાવવામાં આવેલી બેઠક ૮૮ મિનિટ ચાલી — અને એ જ સમયગાળાએ ન માત્ર સંસદ પરંતૂ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા.
રાહુલ ગાંધી બપોરે ૧ વાગ્યાથી થોડા સમય બાદ PMO પહોંચ્યા અને બેઠક 1.07 pmએ શરૂ થઈ. નિયમ મુજબ, આ ત્રણ નેતાઓ દેશની મહત્ત્વની સંસ્થાઓમાં ટોચના હોદ્દા નક્કી કરતી સંવિધાનિક પસંદગી સમિતિનો ભાગ બનીને નિર્ણય લે છે. સામાન્ય રીતે આ પ્રકારની બેઠક ટુંક સમયમાં પૂરી થાય છે. પરંતુ જ્યારે ચર્ચા અનૂમાન કરતાં ઘણી લાંબી ચાલતી રહી, ત્યારે શિયાળુ સત્ર ચાલતા સંસદભવનમાં તેમજ રાજકીય વર્તુળોમાં બેઠકમાં શું ચર્ચાયું હશે તે અંગે અટકળો જાગી.
માહિતી મુજબ, રાહુલ ગાંધીએ અસહમતિ નોંધાવી છે, પરંતુ એ એક માત્ર પદ અંગે હતી કે અનેક પદ અંગે, એ હજુ સ્પષ્ટ થયું નથી. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીએ રજૂ થયેલી યાદીમાં દલિત, આદિવાસી, OBC/EBC અને લઘુમતી સમાજના ઉમેદવારોના નામની “લગભગ બાદબાકી” હોવા અંગે કડક વાંધો વ્યક્ત કર્યો.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીએ જાતિ પ્રમાણેના આંકડા સત્તાવાર રીતે માંગ્યા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૭% કરતાં ઓછાઅરજદારો બહુજન સમાજમાંથી હતા. ગાંધીએ દલીલ કરી કે આ આંકડો દર્શાવે છે કે માર્ગદર્શક અને પારદર્શિતા માટેની સંસ્થાઓમાં વંચિત વર્ગોની ભાગીદારીને લઈને મૂળભૂત સંરચનાત્મક અડચણો હજી યથાવત છે.
સરકાર તરફથી ઉમેદવારોની સામાજિક રચના અંગે કોઈ ટિપ્પણી નથી, પરંતુ અધિકારીઓએ પસંદગી પ્રક્રિયા “અંતિમ તબક્કે” હોવાની વાત પુનરાવર્તિત કરી છે. છતાંય, બેઠકનો અસામાન્ય ૮૮ મિનિટનો સમય રાજકીય વાર્તાલાપને વધુ ગરમાવી રહ્યો છે કે ચર્ચા કદાચ સત્તાવાર એજન્ડાથી આગળ પણ ગઈ હશે.
CICમાં હાલમાં આઠ ખાલી જગ્યાઓ છે, જેમાં ચીફ ઇન્ફોર્મેશન કમિશ્નરનો હોદ્દો પણ શામેલ છે. હીરાલાલ સમારિયા 13 સપ્ટેમ્બરે નિવૃત્ત થયા બાદ આ પદ ખાલી છે. હાલ માત્ર અનંદી રામલિંગમ અને વિનોદકુમાર તિવારી બે જ કમિશ્નર કામ સંભાળી રહ્યા છે. CICની સાઇટ મુજબ, કમિશન પાસે 30,838 કેસોની બાકી પેન્ડન્સી છે, જે પારદર્શિતાના માકૅનિઝમને ગંભીર રીતે અસર કરે છે.
હવે સંસદભવનના ગલીઆરાઓમાં મુખ્ય ચર્ચા એ છે કે આ ૮૮ મિનિટની ગુપ્ત બેઠકમાં ખરેખર શું ચર્ચાયું? સત્તાવાર એજન્ડો તો નામાંકનો હતા, પરંતુ સમયગાળો કંઈક વધુ સૂચવે છે — જેનો ખુલાસો હજી થયો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!