હની પટેલ 'આપ'માં જોડાતા ફરી આવી વિવાદમાં
ગાંજા કેસમાં ફસાવવાનો અને વીડિયો વાયરલ કરવાનો ભાજપ નેતા પર સણસણતો આક્ષેપ

હની પટેલના જુના વીડિયો ફરી વાયરલ

હની પટેલના જુના વીડિયો ફરી વાયરલ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડેલ હની પટેલ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાતાં જ વિવાદના વમળોમાં ફસાઈ છે. ગાંજા કેસમાં સંડોવાયેલા હની પટેલના બિયરનો ગ્લાસ ભરતો અને ઈ-સિગારેટ પીતો વીડિયો વાયરલ થયા બાદ તેણે હવે સામે આવીને પોતાના પતિ અને ભાજપના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
વાયરલ વીડિયો ભૂતકાળ અને દુબઈના હોવાનો દાવોહની પટેલે વાયરલ થયેલા વીડિયોને પોતાનો ભૂતકાળ ગણાવ્યો છે. તેણે દાવો કર્યો કે બિયરનો ગ્લાસ ભરતો વીડિયો તેના પતિ તુષાર ગજેરા દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. તેણે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, "હું ખાલી બિયરનો ગ્લાસ ભરું છું, પીતી નથી. વીડિયોને નિરખીને જોઈ લેજો."
ઈલેક્ટ્રિક વેપ (સ્મોકિંગ)નો વીડિયો દુબઈનો હોવાનો દાવો કરતાં તેણે કહ્યું કે, "એ ઇલેક્ટ્રિક વેપ નિકોટિન ફ્રી અને આલ્કોહોલ ફ્રી છે, જેમાં કોઈ જાતનો નશો નથી. આ બધા વીડિયો મારા હસબન્ડ તુષાર ગજેરાએ વાયરલ કરેલા છે."
હાઈબ્રિડ ગાંજા કેસમાં ભાજપ નેતા પર ફસાવવાનો આરોપહની પટેલે પોતાના પરના હાઈબ્રિડ ગાંજા કેસ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો કે આ કેસમાં તેને ફસાવનાર બગસરા ભાજપના તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર છે.
હની પટેલે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે, "ગાંજો લાવવામાં મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ મારી સાથે હતા. બેંગકોકથી પરત ફરતી વખતે જ્યારે હું અમદાવાદ એરપોર્ટ પર પકડાઈ ત્યારે મારા પતિ પણ મારી સાથે જ હતા." તેણે વધુમાં જણાવ્યું કે, ચાર્જશીટ અને પંચનામામાં તેની સિગ્નેચર નીચે તેના પતિની પણ સિગ્નેચર છે, તેમ છતાં માત્ર તેના પર જ કેમ કેસ થયો, તેના પતિ પર કેમ નહીં?
હની પટેલે આ આયોજનને પ્રદીપ ભાખરનું પ્લાનિંગ ગણાવ્યું. તેણે આરોપ લગાવ્યો કે ભાખરે જ આખું પ્લાનિંગ કર્યું હતું અને એરપોર્ટ પર સેટલમેન્ટ કરીને પતિએ ગાંજાનું બેગ તેના નામે કરી નાખ્યું હતું.
'પોલિટિક્સ અને સેટલમેન્ટને કારણે રિમાન્ડ ન થયા'હની પટેલે સવાલ ઉઠાવ્યો કે, "મારી બેગમાંથી 19 કિલો 728 ગ્રામ હાઈબ્રિડ ગાંજો નીકળે છે, તો મને રિમાન્ડ કેમ ન થયા? મારા રિમાન્ડ થાય, પૂછપરછ કરવામાં આવે, પછી કેસ બને અને જેલમાં નાખવામાં આવે. પણ આ કેસમાં મને એરપોર્ટ પર ૨૪ કલાક બેસાડી, સીધી કોર્ટમાં અને કોર્ટમાંથી સાબરમતી જેલમાં લઈ ગયા. કોઈ જાતના રિમાન્ડ નહીં, કોઈ જાતની પૂછપરછ નહીં." તેણે આ સમગ્ર ઘટનાક્રમને ભાજપના રાજકારણ અને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો.
તેણે પ્રદીપ ભાખર પર વધુ આરોપ લગાવતા કહ્યું કે, "હું જ્યારે જેલમાં હતી ત્યારે તું મને મળવા આવ્યો હતો અને મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા (કાયદા મંત્રી)ના બંગલા પર પણ લઈ ગયો હતો. તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે?" હની પટેલે કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં જોડાતા જ તેના ભૂતકાળને ખોલવામાં આવી રહ્યો છે. તેણે ચેલેન્જ આપી કે, જેને સફાઈ જોઈતી હોય તે તેના બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!