ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર કર્યા
'નો-રિપીટ થિયરી'થી દિગ્ગજોના પત્તા કપાયા

ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર કર્યા

ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવાર જાહેર કર્યા
Gujarat Rajya Sabha Candidates Announced: ગુજરાતમાં રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાતની 4 ખાલી પડી રહેલી બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પાર્ટીએ જૂના સાંસદોને ફરી તક ન આપીને 'નો-રિપીટ થિયરી' અપનાવી છે, જેના કારણે 3 જૂના નેતાઓનું પત્તું કપાઈ ગયું છે. ભાજપે આ ચૂંટણી માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

જાણો કોણ છે ભાજપના આ 4 નવા ઉમેદવારો
પાર્ટીએ સંગઠન અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ નામો નક્કી કર્યા છે:
જીતેન્દ્ર કણઝારીયા: તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા છે અને ખંભાળિયા-કલ્યાણપુર વિસ્તારમાં સામાજિક-રાજકીય રીતે ખૂબ સક્રિય છે. તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે, જેમનું વર્ષ 2021 માં કોરોનાને કારણે અવસાન થયું હતું.
માનસિંહ પરમાર: તેઓ ભાજપના પીઢ નેતા છે અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.
રાજુભાઈ શુક્લા અને મુકેશભાઈ રાઠવા: આ બંને નેતાઓ પણ ભાજપના પાયાના અને સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા કાર્યકરો છે.
'નો-રિપીટ થિયરી' હેઠળ આ સાંસદોની ટર્મ પૂરી થઈ
ભાજપના આ નિર્ણયથી જે 3 જૂના સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમને ફરી ટિકિટ મળી નથી, તેમાં રામ મોકરિયા, નરહરિ અમીન અને રમીલાબેન બારાના નામ સામેલ છે. જ્યારે ચોથી બેઠક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની છે, જેમનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે. હાલમાં રાજ્યસભામાં ગુજરાતમાંથી એસ. જયશંકર, જે.પી. નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, બાબુભાઈ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા, મયંક નાયક અને જશવંતસિંહ પરમાર સાંસદ તરીકે કાર્યરત છે.
રાજ્યસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર શેડ્યુલ મુજબ પ્રક્રિયા નીચે પ્રમાણે રહેશે:
01 જૂન 2026: ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું બહાર પડ્યું.
08 જૂન 2026: ઉમેદવારી ફોર્મ (Nomination) ભરવાની છેલ્લી તારીખ.
09 જૂન 2026: ફોર્મની ચકાસણી (Scrutiny) કરવામાં આવશે.
11 જૂન 2026: નામ ખેંચવાની છેલ્લી તારીખ.
18 જૂન 2026: સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી મતદાન અને સાંજે 5 વાગ્યે પરિણામ.
વિધાનસભાનું ગણિત: ભાજપના તમામ ઉમેદવારો બિનહરિફ જીતશે
ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું પ્રચંડ સંખ્યાબળ છે. આ મજબૂત સ્થિતિને કારણે ભાજપના ચારેય ઉમેદવારોની જીત સંપૂર્ણપણે નક્કી છે. સોમવાર એટલે કે 8 જૂને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપના તમામ ઉમેદવારો ગાંધીનગરમાં ફોર્મ ભરશે. આ માટે રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક અને ભોજન સમારંભ યોજાશે, જેમાં ચૂંટણીની આગળની રણનીતિ નક્કી થશે. તમામ ધારાસભ્યોને સોમવાર સુધી ગાંધીનગરમાં જ રહેવા સૂચના અપાઈ છે.
ગુજરાત કોંગ્રેસ માટે ઐતિહાસિક સંકટ: પ્રતિનિધિત્વ શૂન્ય થશે
કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યસભાની 1 બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછા 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. તેની સામે કોંગ્રેસ પાસે અત્યારે માત્ર 12 ધારાસભ્યો જ છે. જો કોંગ્રેસ પાસે 10 ધારાસભ્યો હોય તો તેઓ માત્ર ફોર્મ ભરી શકે છે, પણ જીતવું અશક્ય છે. આ ચૂંટણી બાદ જૂન મહિનાથી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ઘટીને 0 (શૂન્ય) થઈ જશે, જે પક્ષ માટે બહુ મોટો ઝટકો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?