ગુજરાત કોંગ્રેસના વરઘોડાના ઘોડાઓની યાદી તૈયારઃ મોટી ઉથલપાથલની શક્યતા
વરઘોડાના ઘોડાઓના સસ્પેન્શન કે સાઈડલાઈન કરવા અંગે રાહુલ ગાંધી કરશે જાહેરાત

કોનું પત્તુ કપાશે અને કોને પ્રમોશન મળશે તે મુદ્દે ચર્ચાઓ શરૂ થતાં રાજકીય ગરમાવો

કોનું પત્તુ કપાશે અને કોને પ્રમોશન મળશે તે મુદ્દે ચર્ચાઓ શરૂ થતાં રાજકીય ગરમાવો
રાષ્ટ્રીય અધિવેશન અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત કરીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. આ સમયે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓની રેસના અને વરઘોડાના ઘોડા સાથે તુલના કરી તબક્કાવાર વરઘોડાના ઘોડાઓને દૂર કરવા સંકેત આપ્યો હતો. ત્યારબાદ CWCની મીટીંગ અને રાષ્ટ્રીય અધિવેશન સમયે બે દિવસની મુલાકાત સમયે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના રેસના અને વરઘોડાના ઘોડાઓની યાદી તૈયાર કરી લીધી છે. આ યાદીના આધારે આગામી દિવસોમાં રાહુલ ગાંધી સસ્પેન્શન કે સાઈડલાઈન કરવા અંગે નિર્ણય લે તેવી શક્યતા હોવાથી ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પુનઃ ગુજરાત આવશે
રાહુલ ગાંધી આગામી 15 અને 16 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરશે. તેઓ અરવલ્લીના મોડાસામાં આયોજીત કાર્યક્રમમાં પણ હાજરી આપશે. કોંગ્રેસે રાહુલ ગાંધીના આગમનની તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનને લઈ રાહુલ ગાંધી ગંભીર બન્યા હોય તેમ વારંવારની મુલાકાતો પરથી જણાઈ રહ્યું છે.
અમદાવાદમાં યોજાયેલી CWCની મીટીંગ અને રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના નેતાઓએ પક્ષને મજબૂત કરવા વિશેષ ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના સંબોધનમાં પક્ષ માટે કામ નહી કરતાં લોકોને નિવૃત્ત થઈ જવાની ટકોર પણ કરી હતી. જ્યારે રાહુલ ગાંધીએ ભાજપની બી ટીમ તરીકે કામ કરતાં લોકોની સફાઈ અભિયાન કરવાનો સંકેત આપ્યો હતો.
રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજાયેલા બે દિવસમાં કાર્યક્રમ દરમિયાન ઓબ્ઝર્વેશન કરીને રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની યાદી તૈયાર કરી લીધી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના 15 જેટલા નેતાઓની યાદી તૈયાર કરીને તેવા નેતાઓને સાઈડલાઈન કરવાથી લઈને સસ્પેન્શન સુધીની કાર્યવાહી થવાની શક્યતા છે. રાહુલ ગાંધીની 15 અને 16 એપ્રિલની મુલાકાત દરમિયાન નિર્ણય લેવાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.
બીજા દિવસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે કોઈ સૂચનો હોય તો ચિઠ્ઠી સ્વરૂપે મોકલવા વિનંતી કરી હતી. જેના પરિણામે ઘણાં કાર્યકરોએ રાહુલ ગાંધીને લેખિત સૂચનો મોકલ્યા હતા. જેમાં કોંગ્રેસમાં જૂથવાદ હોવાથી ઘણા સિનિયર નેતાઓ રાજીનામાં આપી રહ્યાં છે. જૂથવાદને ટાળવા ભાજપની જેમ પસંદગી પ્રક્રિયા કરવી જોઇએ. યુવા કોંગ્રેસમાં આંતરિક ચૂંટણીના કારણે વિખવાદ થવાથી અનેક નેતાઓ પક્ષ છોડી ભાજપમાં ચાલ્યા ગયા છે. પ્રદેશ કક્ષાએથી પોતાની પાંખના જિલ્લા કે શહેર પ્રમુખને જવાબદારી સોંપવા સૂચના આપવા છતાં જિલ્લા કક્ષાના નેતાઓ તેને ગણકારતા નહી હોવાના કાર્યકરોએ રાહુલ ગાંધીએ સૂચનો કર્યા હતા.
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પ્રદેશના કેટલાક નેતાઓ યથાવત રહે તેવી શક્યતા છે. જ્યારે બે થી ત્રણ નેતાઓનું કદ વધવાની શક્યતા છે. ગુજરાતના એક નેતાની CWC માંથી બાદબાકી કરીને બે નેતાઓને તેમાં મહત્વની જવાબદારી મળી શકે છે. ત્યારે કોણ છે કોંગ્રેસના ગદ્દારો, ભાજપ સાથે ભળેલા નેતાઓ બાબતે કોંગ્રેસ કેવા પગલાં લેશે નવી કમિટિમાં ક્યા નેતાને કેવો રોલ મળશે અને ક્યાં નેતાઓને હાંકી કાઢવામાં આવશે તે અંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!