ગુજરાત કોંગ્રેસના નેતા ‘આપ’ પર બગડ્યા, ઘણી જગ્યાએ તો ડિપોઝીટ પણ.....
આમ આદમી પાર્ટીએ એકતરફી નિર્ણય લઇને પોતાની અનુકુળતા મુજબ નામ જાહેર કર્યું

આમ આદમી પાર્ટીએ એકતરફી નિર્ણય લઇને પોતાની અનુકુળતા મુજબ નામ જાહેર કર્યું

આમ આદમી પાર્ટીએ એકતરફી નિર્ણય લઇને પોતાની અનુકુળતા મુજબ નામ જાહેર કર્યું
હજું તો વિસાવદરની પેટાચૂંટણી જાહેર પણ થઇ નથી તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે મહત્વનો ખુલાસો કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિશ દોશીએ જણાવ્યું છે કે હજુ ચૂંટણી જાહેર થઇ નથી ત્યારે એક તરફી રીતે આમ આદમી પાર્ટીએ પોતાની અનુકુળતા મુજબ નામ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે એક તરફ કોંગ્રેસનો સહારો લેવો છે , બીજી તરફ કોંગ્રેસ પક્ષ પર ખોટા આક્ષેપ કરે છે. આપ પાર્ટીના ઉમેદવારોએ આત્મ નિરીક્ષણ કરવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા કહ્યું છે કે કોની સાથે ગંઠબંધન કરવું છે તે આપ ને ખબર છે ?આપ એ સ્થાનિક ચૂંટણીમાં ઘણી વખત ડિપોઝીટ પણ ગુમાવી છે . તેમણે જણાવ્યું કે હાલ વિસાવદરના પેટા ચૂંટણી જાહેર થઇ નથી , યોગ્ય સમયે કોંગ્રેસ પક્ષ સ્થાનીક નેતૃત્વ સાથે ચર્ચા કરી નિર્ણય કરશે અને વધુ એક વાર આપ નેતાની અપરિકવતા સામે આવી છે.
ઉલ્લેખનિય છે કે આ અંગે અગાઉ આપ તરફથી પ્રતિક્રીયા આવી હતી કે અગાઉની પેટા ચૂંટણી સમયે નક્કી થયું હતું કે વાવ વિધાનસભા સીટ પર કોંગ્રેસ લડશે અને વિસાવદરની સીટ પર આમ આદમી પાર્ટી લડશે. જે વાત પહેલા નક્કી થઈ ગઈ હતી તે પ્રમાણે આશા છે કે વિસાવદરમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં.
મહત્વનું છે કે, વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ પરિણામ બાદ જે તે સમયે વિજેતા બનેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની ચૂંટણી પરિણામને રાજ્યની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પીટિશન પરત ખેંચતા અંતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વિસાવદર બેઠક પર ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરસનભાઈ વાળદોરીયા વચ્ચે ચૂંટણી જંગ જામી હતી.ચૂંટણી પરિણામોમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિસાવદર બેઠક પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા, ત્યારબાદ 13 ડિસેમ્બર 2022ના દિવસે ભૂપત ભાયાણીએ આપ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, ત્યારથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!