ગુજરાત CM, પ્રમુખ અને સંગઠન મહામંત્રી દિલ્હીમાં
40 દિવસમાં બીજી મુલાકાત: મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠન ફેરફારની અટકળો

CM અને પ્રમુખના દિલ્હીમાં ઘામા

CM અને પ્રમુખના દિલ્હીમાં ઘામા
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર આજે દિલ્હીના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ અંગે રાજ્ય સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેના વિશે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ રાજકીય તેમજ વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી અને સંગઠનના નેતાઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. અગાઉ 4 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી, ત્યારે 40 દિવસમાં જ પીએમ અને સીએમની આ બીજી મુલાકાત રાજકીય રીતે અનેક સંકેતો આપી રહી છે.
મંત્રીમંડળ અને સંગઠનમાં ધરખમ ફેરફારની શક્યતાછેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારની અટકળો ચાલી રહી છે. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીનો આ સંયુક્ત દિલ્હી પ્રવાસ આ અટકળોને સમર્થન આપે છે. સૂત્રોના મતે, હાઈકમાન્ડ કેટલાક મહત્ત્વના મંત્રીઓને જાળવી રાખીને બાકીના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કરી શકે છે. ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવામાં આવે, પરંતુ મંત્રીમંડળમાં ધરખમ ફેરફારની શક્યતા છે.
જે મંત્રીઓને પડતા મુકાઈ શકે છે:કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાયમંત્રી ભાનુબેન બાબરિયાની હકાલપટ્ટી થઈ શકે છે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં પુરુષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ અને પ્રફુલ પાનસેરિયાને પડતા મુકાઈ શકે છે.
કેબિનેટમાં પ્રમોશન અને નવા ચહેરા:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત યથાવત્ રહી શકે છે. હર્ષ સંઘવીને પ્રમોટ કરીને કેબિનેટમાં સ્થાન અપાશે, જોકે ગૃહખાતું તેમની પાસેથી છીનવાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પસંદગી કરાશે. આ પસંદગીમાં પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ, યુવાન અને સારી ઈમેજવાળા નેતાઓને તક મળશે.
નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ અને વિસ્તારનું સંતુલન જાળવીને પોતાનો વિસ્તાર અને જ્ઞાતિ પર પ્રભુત્વ ધરાવતા નેતાઓ જેવા કે: જયેશ રાદડિયા, શંકર ચૌધરી (વિધાનસભાના સ્પીકર), ઉદય કાનગડ, અમિત ઠાકર, અમિત પોપટલાલ શાહ, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, અનિરુદ્ધ દવે અને પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી.જે. ચાવડાની વિચારણા પણ થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?