Mahesh Vasava : ગુજરાત ભાજપમાં ભંગાણ!, મહેશ વસાવાનું રાજીનામું
2024 માં ભાજપમાં જોડાયેલા વસાવાએ પક્ષમાં યોગ્ય ન્યાય ન મળવાનો આક્ષેપ કર્યો...!

ગુજરાત ભાજપમાં ઉથલપાથલ...

ગુજરાત ભાજપમાં ઉથલપાથલ...
ગુજરાત ભાજપને એક મોટો આંચકો લાગ્યો છે. જાણીતા આદિવાસી નેતા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava)એ ભારતીય જનતા પાર્ટી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. તેઓ આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર છે.
મહેશ વસાવા (Mahesh Vasava) તાજેતરમાં જ, એટલે કે વર્ષ 2024 માં, ભરૂચ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. જો કે, તેમનો આ સંબંધ લાંબો ટક્યો નહીં. રાજીનામું આપતાં મહેશ વસાવા (Mahesh Vasava)એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમને ભાજપમાં તેમના કામને યોગ્ય ન્યાય મળતો ન હતો. આ નિવેદન ભાજપના આંતરિક રાજકારણ અને આદિવાસી નેતાઓ સાથેના વ્યવહાર અંગે અનેક પ્રશ્નો ઉભા કરે છે.
મહત્વની વાત એ છે કે, મહેશ વસાવા (Mahesh Vasava) ભાજપમાં માત્ર એક વર્ષ જેટલો જ સમય ટક્યા. તેઓ 11 માર્ચ, 2024 ના રોજ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. એક સમયે પાર્ટીમાં ઉત્સાહથી જોડાયેલા આ નેતાએ હવે નિરાશા સાથે પક્ષ છોડી દીધો છે.
મહેશ વસાવા (Mahesh Vasava)ના આ રાજીનામા અંગે ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું છે કે, તેમને મહેશ વસાવા (Mahesh Vasava) દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ જોવા મળી છે. તેમણે ઉમેર્યું કે, મહેશ વસાવા સવા વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા અને પક્ષને હજુ સુધી તેમનું કોઈ સત્તાવાર રાજીનામું મળ્યું નથી. એટલું જ નહીં, મહેશ વસાવાએ પક્ષના મોવડી મંડળ સાથે પણ આ અંગે કોઈ વાતચીત કરી નથી.
હવે જોવાનું એ રહે છે કે, મહેશ વસાવાનો આ નિર્ણય તેમના ભવિષ્યના રાજકીય માર્ગને કઈ દિશા આપે છે અને ગુજરાતના રાજકારણમાં તેના કેવા પરિણામો આવે છે. આદિવાસી નેતાનું આ રીતે ભાજપ છોડવું એ પાર્ટી માટે ચોક્કસપણે એક મોટો ફટકો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!