મૂખ્ય નેતાઓ પોતાનું બૂથ પણ જીતી શક્યા નથી, રેસના ઘોડા દોડશે : રાહુલ ગાંધી
પાર્ટી સંગઠન અને ઉમેદવારો વચ્ચેનું જોડાણ રહેવું ખૂબ જ જરૂરી : રાહુલ ગાંધી

રેસના ઘોડા દોડશે, લંગડાને વિરામ મળશે

રેસના ઘોડા દોડશે, લંગડાને વિરામ મળશે
બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મોડાસા ખાતે કોંગ્રેસના સમર્થકોને સંબોધિત કરતા જણાવ્યું કે, “ગુજરાતમાં આપણાં પાસે સશક્ત કાર્યકરો છે. દેશના વર્તમાન પરિસ્થિતિઓ અંગે લોકો સંપૂર્ણ રીતે જાગૃત છે. બેરોજગારીમાં વધારો થયો છે, જ્યારે કેટલાક ગણી શકાય એવા ધનિક ઉદ્યોગપતિઓને દેશની મોટાભાગની સંપત્તિ આપી દેવામાં આવી છે. તેમને દરેક પ્રકારની સગવડતા ઉપલબ્ધ છે. જે તેમને જોઈએ તે તરત જ મળી જાય છે. ભલે એ વિમાનમથક હોય કે બંદર, અથવા તો બાંધકામ ક્ષેત્ર – બધું તેમના હાથે ચાલે છે. અને સમગ્ર દેશની જનતા માત્ર નિહાળી રહી છે."
કોંગ્રેસ જ વિમુખ કરી શકે છે ભાજપને : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, “દિલ્હીમાં અમારાં વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા કરી છે કે કોંગ્રેસને નવી ઊંચાઈએ કેવી રીતે લઈ જવી. દેશમાં માત્ર બે રાજકીય પક્ષો છે, જે વિચારધારાની આધારે કાર્ય કરે છે – કોંગ્રેસ અને ભાજપ. એટલે કે સંઘર્ષ ફક્ત આ બંને વચ્ચે છે અને બધાંને ખબર છે કે કોંગ્રેસ જ એ પાર્ટી છે, જે ભાજપ અને RSS સામે સાચી રીતે ટક્કર આપી શકે છે. જો દેશમાંથી RSS અને ભાજપને દૂર કરવી છે તો તેનો દ્વાર ગુજરાતમાંથી ખુલશે. અહીંથી અમારી ચળવળ શરૂ થઈ હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવો વારસો ગુજરાતે અમને આપ્યો છે.”
કોંગ્રેસની નવી યોજનાત્મક રીત...
પાર્ટીની નવી વ્યૂહરચના અંગે તેમણે જણાવ્યું કે, હવે જિલ્લાની કામગીરી અમદાવાદના નિયંત્રણ હેઠળ નહીં રહે, પરંતુ જિલ્લાની અંદરથી જ સંચાલિત થશે. સ્થાનિક નેતાઓને જવાબદારી અપાઈ તેમને વધુ સશક્ત બનાવવામાં આવશે. નિરીક્ષણ માટે મોકલાયેલા આગેવાનો કાર્યકરો સાથે સંવાદ સાધી રિપોર્ટ આપશે, જેને આધારે જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. તેઓ માત્ર સમાધાન કરનાર નહીં હોય, પણ હકીકતમાં જિલ્લાના નેતા બનશે. ઉપરથી કોઈ આદેશ નહીં આવે, નિર્ણયો સ્થાનિક સ્તરે લેવાશે.
"રેસના ઘોડા દોડશે, વરઘોડાના ઘોડા નાચશે" – કાર્યપદ્ધતિમાં બદલાવ
રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે, પાર્ટીમાં હવે નવચેતના લાવવાની જરૂર છે. ઘણાં સમયથી પાર્ટીમાં નિરાશાનું વાતાવરણ છે. ઘણા નેતાઓએ કહ્યું કે, ટિકિટ ફાળવણીમાં સ્થાનિક કાર્યકરોની કોઈ સંડોવણી રહેતી નથી. જાણે ટિકિટ ઉપરથી પડી જાય છે. તેમણે ઉમેર્યું કે ત્રણ પ્રકારના ઘોડા હોય છે – રેસના, વરઘોડાના અને લંગડા. હવે એવા ઘોડાઓને અલગ કરાશે અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાશે.
સાંસદો અને ધારાસભ્યો માટે ચેતવણી...
તેમણે કહ્યું કે, પાર્ટી સંગઠન અને ઉમેદવારો વચ્ચેનું જોડાણ રહેવું ખૂબ જ જરૂરી છે. ઘણા વખતથી એવું થઈ રહ્યું છે કે કાર્યકર ચૂંટણી જીતાડે છે અને પછી સાંસદ-ધારાસભ્ય તેમને ભૂલી જાય છે. હવે સંસ્થાને જ આધાર બનાવીને ઉમેદવારોની પસંદગી થશે. ગુજરાત એ પહેલું રાજ્ય હશે જ્યાં આ મોડેલનો અમલ થશે.
જૂના નેતાઓ માટે સંદેશો અને નવી પેઢી માટે અવકાશ
રાહુલ ગાંધીએ જૂના નેતાઓ માટે કહ્યું કે ઘણા એવા વરિષ્ઠ નેતાઓ છે, જેઓ નેતૃત્વની ભૂમિકા ધરાવે છે, પણ તેઓ પોતાનું મતદાન કેન્દ્ર પણ જીતાડવામાં નિષ્ફળ રહે છે. હવે એવા કાર્યકરોને આગળ લાવવામાં આવશે જેઓ વાસ્તવમાં બૂથ સ્તરે કાર્ય કરતા હોય. તેમણે કહ્યું, “આ ભીડમાં ઘણા એવા લોકપ્રિય યુવા છે, જેમના સંપર્ક જનતા સાથે છે – તેમને આગળ લાવશો. અને જો કોઈ આવી ભીડમાં છે જે ભાજપ સાથે મળેલા છે, તો તેમને સ્નેહપૂર્વક પાર્ટીમાંથી બહાર કરાશે.”
આ પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની મોટી કાર્યવાહી, સોનિયા-રાહુલ પર ચાર્જશીટ દાખલ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!