પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના દુષ્કર્મ કેસમાં દોષિત
ફાર્મ હાઉસમાં નોકરાણી ઉપર દુષ્કર્મનો આરોપ, 14 મહિનામાં ચુકાદો, બીજી ઓગષ્ટે સજાની જાહેરાત
પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીના ભત્રીજા
પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીના ભત્રીજા
JDSના પૂર્વ લોકસભા સાંસદ પ્રજ્વલ રેવન્નાને હાસન જિલ્લાના હોલેનરસીપુરા સ્થિત એક ફાર્મહાઉસમાં નોકરાણી પર દુષ્કર્મના કેસમાં બેંગલુરુની જનપ્રતિનિધિઓની વિશેષ અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે ચુકાદો સંભળાવતા હાસનના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના કોર્ટમાં ભાવુક થઈને રડવા લાગ્યા હતા. ફરિયાદ નોંધાયાના 14 મહિના પછી ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટ 2 ઓગસ્ટના રોજ સજાની જાહેરાત કરશે.
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાના પૌત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. તેમની સામે જાતીય હિંસા અને દુષ્કર્મના ચાર અલગ-અલગ કેસોમાં ગંભીર આરોપો લાગ્યા હતા. 28 એપ્રિલથી 10 જૂન-2024 વચ્ચે 4 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસ હાસન જિલ્લાના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. જ્યારે બે સાયબર ક્રાઈમ કેસમાંથી એક કેસ સીઆઈડી હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
આ કેસમાં કથિત પોર્નોગ્રાફિક વીડિયો સામે આવ્યો હતો. જેના માટે કોર્ટે ટેકનિકલ સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે સ્પષ્ટતા કરવી પડી હતી કે, આ વીડિયો પ્રજ્વલ રેવન્નાના મોબાઇલથી તેના ડ્રાઇવર કાર્તિકના મોબાઇલમાં કેવી રીતે ટ્રાન્સફર થયો. CIDની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કોર્ટમાં આ અંગે વિગતવાર ફોરેન્સિક રિપોર્ટ રજૂ કર્યો છે. રિપોર્ટમાં ટ્રાન્સફરના ડિજિટલ લોગ, વીડિયોનું મેટાડેટા વિશ્લેષણ, વોટ્સએપ, બ્લુટુથ જેવા માધ્યમોની ટેકનિકલ પુષ્ટિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રજ્વલ રેવન્નાની સાથે તેમના પિતા એચડી રેવન્ના, જે હાલમાં હોલેનરસીપુરાના ધારાસભ્ય છે. તેમની સામે કેઆરનગર પોલીસ સ્ટેશનમાં અલગ કેસ નોંધવામાં આવ્યો છે. પુરાવા સાથે છેડછાડ, ધમકીઓ અથવા સહ-ગુનામાં સંડોવણીનો તેમની સામે આરોપ છે.
મૈસુરના કેઆરનગરની ઘરકામ કરતી નોકરાણીની ફરિયાદના આધારે સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. પૂર્વ સાંસદે પીડિતા પર દુષ્કર્મ કરી વીડિયો પણ રેકોર્ડ કર્યો હોવાનો આરોપ હતો. આ કેસની તપાસ સીઆઈડીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી. જેણે અંદાજે 2 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
તપાસ દરમિયાન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કુલ 123 પુરાવા એકત્રિત કર્યા હતા. જે રેવન્ના વિરૂદ્ધ આરોપો સાબિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતાં. 31 ડિસેમ્બર, 2024થી ટ્રાયલ શરૂ થઈ હતી. કોર્ટમાં 23 સાક્ષીઓ રજૂ કરાયા હતાં. જેના આધારે પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના જનતાદળ-સેક્યુલર (JDS)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્નાએ હસનમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઘણી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઉપરાંત તેના વીડિયો પણ ઉતાર્યા હતા. મોબાઈલમાં શૂટ વીડિયો આ કેસનો મહત્ત્વનો પુરાવો સાબિત થયા હતા. વીડિયો ક્લિપ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી. જે મહત્વનો પુરાવો સાબિત થઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?