થાણેમાં મેયર પદને લઈ મહાયુતિ ગઠબંધનમાં ઝઘડો
ભાજપે શિંદેની રણનીતિ અપનાવી, ઓછી બેઠકો હોવા છતાં થાણેમાં મેયર પદની માંગણી કરી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદને લઈને મહાયુતિ ગઠબંધનના પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો છે. ભાજપે ચૂંટણીમાં તેના મજબૂત પ્રદર્શન અને ગઠબંધનની જીતમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ટાંકીને પાર્ટીને અઢી વર્ષનો કાર્યકાળ આપવાની માંગ કરી છે.
મહારાષ્ટ્રના થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદને લઈ મહાયુતિ ગઠબંધનના પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ માંગણી કરી છે કે જો મહાયુતિ ગઠબંધન મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું છે તો ભાજપને પણ અઢી વર્ષનો કાર્યકાળ આપવો જોઈએ.
ભાજપનો દાવો છે કે પાર્ટીએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કર્યું અને ગઠબંધનની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. જેના કારણે તેને સત્તાનો સમાન હિસ્સો મળવો સ્વાભાવિક છે.
મેયર પદ માટે રાજકીય દાવપેચ રસપ્રદ રીતે ચાલી રહ્યો છે. થાણેમાં, ભાજપના ધારાસભ્યો દાવો કરી રહ્યા છે કે, ભાજપ પાસે 28 અને શિવસેના પાસે 71 બેઠકો છે. તેમ છતાં ભાજપ એમ પણ કહી રહ્યું છે કે તે અઢી વર્ષનો સમય ઇચ્છે છે. શિંદે જૂથની શિવસેના પાસે પૂર્ણ બહુમતી છે. તેમ છતાં ભાજપ હજુ પણ ગઠબંધનમાં આ માંગણી કરી રહ્યું છે.
ભાજપ મુંબઈમાં એકનાથ શિંદેની શિવસેના જે રણનીતિ ચલાવી રહી છે તે જ રણનીતિને ઉલટાવી દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. થાણેમાં કુલ 131 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો જીતી છે. જ્યારે શિવસેનાએ 71 બેઠકો જીતી હતી. પરિણામે, થાણેમાં શિવસેનાનો મેયર બહુમતી સાથે સત્તા ઉપર બેસી શકે છે.
ભાજપ થાણેમાં મેયર પદની માંગણી કરી રહ્યો છે તો તે પરિસ્થિતિને ઉલટાવી દેવાનો પણ પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ માંગણી કરી રહ્યા છે. ત્યારે શિવસેના કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું બાકી છે.
ભાજપનો એવો તર્ક આપી રહ્યું છે કે મેયર પદ ફક્ત પ્રતિકાત્મક નથી. પરંતુ શહેરના શાસન અને વિકાસ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પદ છે. તેથી બધા ગઠબંધનના ભાગીદારોએ એકબીજાના આદેશનો આદર કરવો જોઈએ અને સંતુલિત નેતૃત્વ પૂરું પાડવું જોઈએ.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ ફરી ગરમાયો છે. 1960થી 2026 સુધી મરાઠી અસ્મિતા, શિવસેના, MNS, સ્થાનિક રોજગાર, પરપ્રાંતીયો અને હિન્દી વિરોધની સંપૂર્ણ રાજકીય કહાની જાણો.