કોંગ્રેસના અમદાવાદના રાષ્ટ્રિય અધિવેશનને ક્યું ગ્રહણ લાગ્યું ?
રાષ્ટ્રીય અધિવેશનની જગ્યાએ હવે માત્ર મિટીંગ જ યોજાય તેવી પુરેપુરી શક્યતા

રાષ્ટ્રીય અધિવેશનની જગ્યાએ હવે માત્ર મિટીંગ જ યોજાય તેવી પુરેપુરી શક્યતા

રાષ્ટ્રીય અધિવેશનની જગ્યાએ હવે માત્ર મિટીંગ જ યોજાય તેવી પુરેપુરી શક્યતા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન આગામી 8 અને 9 એપ્રિલનારોજ યોજાવાનું છે પણ અધિવેશનને ગ્રહણ લાગે તેવા સમાચાર મળી રહ્યા છે. સુત્રોએ દાવો કર્યો છે કે અમદાવાદમાં યોજાનારું આ રાષ્ટ્રિય અધિવેશન હવે માત્ર મિટીંગમાં ફેરવાઇ શકે છે એટલે કે કોંગ્રેસની આ મિટીંગમાં તમામ કાર્યકરો પણ હાજર રહી શકે છે. આ સમાચાર ફરી વળતાં કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થીવરાજસિંહે આ સમાચાર અંગે કહ્યું કે અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું જ છે.
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સત્તા છે અને કોંગ્રેસ સત્તાની બહાર છે. ગુજરાતની મોટાભાગની ચૂંટણીઓમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે અને તેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હવે પોતાનું ફોક્સ ગુજરાત પર કેન્દ્રીત કર્યું છે. તેઓ ગયા મહિને ગુજરાતના અમદાવાદમાં 2 દિવસની મુલાકાતે પણ આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓથી માંડીને નાનામાં નાના કાર્યકરને પણ તે મળ્યા હતા અને ગુજરાત કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તેની ઝીણવટભરી માહિતી મળી હતી જેમાં કેટલાક કાર્યકરોએ તેમને કહ્યું હતું કે મોટા નેતાઓ તેમને મળતા પણ નથી. દિલ્હી જતા પહેલા કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે પોતાનો મિજાજ દર્શાવીને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે અને આ ગદ્દાર નેતાઓને હાંકી કઢાશે. તેમણે કાર્યકરોમાં પ્રાણ પૂરવા તેઓ અવાર નવાર ગુજરાત આવશે અને ગામડાઓ સુધી જશે તેમ કહ્યું હતું.
ગુજરાત કોંગ્રેસને નવજીવન આપવા જ કોંગ્રેસ દ્વારા 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન યોજવાનો નિર્ણય લીધો હતો અને તે માટે કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે અમદાવાદ આવી રિવરફ્રન્ટ ની મુલાકાત લઇને અધિવેશનના સ્થળની માહિતી લીધી હતી. ગુજરાત કોંગ્રેસે આ માટે કામગિરી પણ શરુ કરી હતી.
જો કે સુત્રોએ દાવો કર્યો હતો કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હવે સામાન્ય મિટીંગમાં ફેરવાઇ જશે કારણ કે ગુજરાત કોંગ્રેસ તેની તૈયારી કરી શકે તેમ નથી. અધિવેશન હોય એટલે કોંગ્રેસના તમામ રાજ્યોના ડિલેગેટ્સ આવી શકે પણ હવે આ સામાન્ય મિટીંગ હોવાથી અન્ય રાજ્યના નેતાઓ હાજર નહીં રહે અને સામાન્ય કાર્યકરોને પણ મિટીંગમાં આવવાની તક મળશે. રાહુલ ગાંધી આ મિટીંગમાં હાજર રહી શકે છે. જો કે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થીવરાજસિંહે દાવો કર્યો હતો કે અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે રાષ્ટ્રિય અધિવેશન યોજાવાનું જ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!