ગુજરાતના આ 4 નેતાઓ સામે કોર્ટનું એરેસ્ટ વોરન્ટ
4 કોંગ્રેસ અગ્રણી સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ થતાં ખળભળાટ

4 કોંગ્રેસ અગ્રણી સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ થતાં ખળભળાટ

4 કોંગ્રેસ અગ્રણી સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ થતાં ખળભળાટ
ગુજરાતના 2 નેતાઓ સામે કોર્ટે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના નેતાઓ સામે રાજકોટ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી જે મામલે કોર્ટે કોંગ્રેસના 4 આગેવાનો સામે ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
મળેલી માહિતી મજબ અદાલતે કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ બદનક્ષી કેસમાં કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો. હુકમ બાદ ઘણી મુદતો વીતી જતા આરોપી કોર્ટમાં હાજર થયા ન હતાં જેથી ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવાની અરજી આપી હતી.
કોર્ટે ફરિયાદ પક્ષની અરજી મંજુર કરી તમામ આરોપીઓ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી રૂા.500 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ લગાવાો હતો .આ આક્ષેપ બાદ રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં અને નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.
જો કે આ મામલે હાલ ભાજપના ધારાસભ્ય રહેલા સી.જે.ચાવડાએ પ્રતિક્રીયા આપતાં કહ્યું હતું કે ગાંધીનગર કોર્ટમાં અગાઉ સમાધાન થયેલું હતું અને અમે 21 માર્ચે કોર્ટમાં હાજર રહીશું.આ બાબતે સમાધાન થઇ ગયેલું છે. કોર્ટમાં હાજર રહીને પ્રક્રિયા કરવાની બાકી છે. ધારાસભય શૈલેશ પરમારે પણ કહ્યું કે વિજય રુપાણીએ ગાંધીનગર કોર્ટમાંથી દાવો પરત ખેંચ્યો હતો અને રાજકોટ કોર્ટમાંથી પણ દાવો પરત ખેંચવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?