કોંગ્રેસ હવે એવું કરશે કે.....પવન ખેરાનું મહત્વનું નિવેદન
અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરુ

અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરુ

અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરુ
ગુજરાત કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે કોંગ્રેસે આ વખતે અમદાવાદમાં કોંગ્રેસ વર્કિગ કમિટી અને કોંગ્રેસ મહાઅધિનેશન યોજ્યું છે, આજે અને આવતીકાલે 9 એપ્રીલે અમદાવાદમાં કોંગ્રેસની વિવિધ બેઠકો યોજાશે. આજે અત્યારે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક શરુ થઇ ગઇ છે જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાશે અને ઠરાવો કરાશે . આવતીકાલે સાબરમતી રીવરફ્રન્ટ પર કોંગ્રેસ મહાઅધિવેશન યોજાશે.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે દેશભરમાં અત્યારે જે માહોલ છે અને નરેન્દ્ર મોદીની ચુપ્પી છે તે અંગે દરેક ભારતવાસી જાણવા માગે છે. અત્યારે માહોલ નિરાશાનો છે. દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઇ ગઇ છે. અમેરિકાના ટેરિફ વોરમાં નરેન્દ્ર મોદી ચૂપ છે. દેશને આશા હતી કે મોદી કોઇ નિવેદન આપશે.
પવન ખેરાએ કહ્યું કે હવે ઘણો બદલાવ થશે. છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખો સાથે વાતચીત થઇ. કોંગ્રેસ પાર્ટી આગામી પડકારો સામે તૈયારી કરી રહી છે. લોકો સાથે જે અન્યાય થઇ રહ્યો છે તેથી અધિવેશનનું નામ ન્યાય પથ રાખ્યું છે, આગામી દિવસોમાં સમય બદલાશે અને એ સમય આવશે જેમાં અર્થવ્યવસ્થા ચમકશે. ઉતાર ચઢાવ આવે છે, 2017માં જીતતા રહી ગયા હતા અને અમે જે કર્યું તે 2027માં પૂર્ણ કરીશું.
અત્યારે અમદાવાદમાં CWCની બેઠક શરૂ થઈ ગઈ છે. CWCની શરૂઆત પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી CWC સમક્ષ સરદાર પટેલના સ્મારક પર પહોંચ્યા અને લોખંડી પુરૂષને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો અમદાવાદના સાબરમતી કાંઠેથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
આપ અમારી WhatsApp ચેનલ સાથે પણ જોડાઇ શકો છો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સત્તા પરિવર્તન અંગે પ્રશાંત ભૂષણની ટિપ્પણી બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો. શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી, વિજય વડેટ્ટીવાર અને કપિલ સિબ્બલનાં નિવેદનો જાણો.

DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચાર ઠરાવ પસાર થયા. જ્ઞાનેશ કુમારને હટાવવા, SIR રદ કરવા, EVMના બદલે બેલેટ પેપરની માંગ અને ચૂંટણી સુધારા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો.

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!