કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી લોકો સાથે સંવાદ કરશે
વાવ-થરાદના ઢીમા સ્થિત ધરણીધર મંદિરથી પ્રસ્થાન કરી યાત્રા 1100 કિલોમીટરનું ભ્રમણ કરશે

કોંગ્રેસની ફેઝ-1 ઉત્તર ઝોનની જન આક્રોશ યાત્રાનો રૂટ

કોંગ્રેસની ફેઝ-1 ઉત્તર ઝોનની જન આક્રોશ યાત્રાનો રૂટ
ગુજરાત કોંગ્રેસ ફરી એક વખત રાજ્યભરમાં જન આક્રોશ યાત્રા શરૂ કરવા જઈ રહી છે. વાવ થરાદ જિલ્લાના ઢીમા સ્થિત ધરણીધર મંદિરથી 21 નવેમ્બરે જન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રા રાજ્યના 5 ઝોનમાં 60 દિવસ સુધી ચાલશે. ઉત્તર ગુજરાતમાંથી પ્રારંભ થનાર જન આક્રોશ યાત્રા 1100 કિલોમીટરનું ભ્રમણ કરી બહુચરાજી પહોંચશે. જ્યાં પહેલા ફેઝની યાત્રાનું સમાપન થશે. યાત્રા દરમિયાન ખેડૂતો, યુવાનો અને મહિલાઓના પ્રશ્નોને ધ્યાનમાં લઈને જાહેર સભાઓ યોજાશે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે, જન આક્રોશ યાત્રામાં દરેક ઝોનમાં આવતા ગામડાઓમાં જનતાને મંચ પર આવવાની તક આપવામાં આવશે અને સ્થાનિક સમસ્યાઓ અંગે સૂચનો સાંભળવામાં આવશે. આ યાત્રા ખેડૂતોના મુદ્દા, યુવાનોના પ્રશ્નો, મોંઘવારી, મહિલા સુરક્ષા અને નાનાં વેપારીઓના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં યોજાનાર જન આક્રોશ યાત્રા 60 દિવસમાં સમગ્ર ગુજરાતના પ્રાદેશિક મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરશે. તમામ ફેઝમાં જનતા સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લાં ત્રણ દાયકાના શાસનમાં ભાજપે અંગ્રેજોનું શાસન હોય તે રીતે કામ કર્યું છે. ડર અને ભયનો માહોલ ભાજપ સરકારે ઊભો કર્યો. એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતાના પૈસાથી સરકારની તિજોરીઓ ભરાય છે. દર વર્ષે વિધાનસભામાં બજેટ પાસ થાય છે. ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યુ હતું.
વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી, કલેક્ટર, સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના ટેક્સના પૈસાથી થાય છે. ત્યારે ત્રણ દાયકામાં અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું? ગુજરાતના યુવાનોને શું મળ્યું? ગુજરાતની મહિલાઓ માટે શું થયું? ગુજરાતનો નાનો વેપારી હોય કામદાર હોય એક મજૂર હોય એ સામાન્ય વ્યક્તિ હોય એને ત્રણ દાયકાના શાસન પછી શું મળ્યું? તેના લેખા જોખા કરવાની તાતી જરૂરીયાત છે.
તેમણે કહ્યું કે, અધિકાર મેળવવા આંદોલન અને ઉપવાસ કરવા પડે છે. કોઈ પણ લોકોના અવાજ સાંભળતું નથી. જનતાના અધિકારો છીનવાઈ રહ્યા છે, જનતા આજે તકલીફમાં છે દંડ અને પીડા અનુભવી રહી છે. ભેદભાવનો ભોગ બની રહ્યા છે કે ચારે તરફ લોકોમાં આક્રોશ છે. ભ્રષ્ટાચાર નાબૂદ થાય તેવી લોકો અપેક્ષા રાખે છે.
તેમણે જણાવ્યું કે, જેથી આક્રોશ યાત્રામાં બધા વર્ગના સમુદાયના લોકોને મળીશું અને તેમને સાંભળીશું. જનતાને પણ એક મંચ આ યાત્રા દરમિયાન આપવામાં આવશે. સરકારનો જે ડર છે તે પણ યાત્રા દરમિયાન દૂર કરીશું. લોકો માટે પરિણામ લક્ષી લડત પણ લડીશું. 2027માં ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકોના પ્રશ્નોનો નિવારણ આવે તે માટે પરિણામ લક્ષી લડત લડીશું.
પહેલા ફેઝની યાત્રા ઉત્તર ગુજરાતના 7 જિલ્લા અને 40 તાલુકામાં ભ્રમણ કરશે. વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને મહેસાણા જિલ્લાના ગામડે ગામડે યાત્રા પહોંચશે.
તાજેતરમાં કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રા પણ યોજી હતી. સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ફરી દ્વારકામાં સમાપન થયું હતું. ત્યારે જન આક્રોશ યાત્રા ભાજપ સરકાર સામે જનતા દ્વારા ઉઠતા આક્રોશને મજબૂતી આપવાનું કામ કરશે તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસને તેનો જરૂર ફાયદો થશે. જો કે, કેટલો ફાયદો મળે છે તે તો ચૂંટણીના પરિણામો સુધી રાહ જોવી રહી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!