NEET મુદ્દે કોંગ્રેસનો વિરોધ, અમદાવાદમાં ઘર્ષણ
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના ધરણાં બાદ પોલીસ કાર્યવાહી, નેતાઓ-કાર્યકરોની અટકાયત

અમદાવાદ શહેરમાં રાજીવ ગાંધી ભવન બહાર NEET મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું

અમદાવાદ શહેરમાં રાજીવ ગાંધી ભવન બહાર NEET મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ હતું
NEET મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
NEET પેપર લીક મુદ્દે દેશવ્યાપી વિરોધ વચ્ચે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસે રાજીવ ગાંધી ભવન ખાતે ધરણાં અને રેલીનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસે પરીક્ષા પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.
રેલી દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ
રાજીવ ગાંધી ભવનથી નીકળેલી રેલી ચાર રસ્તા નજીક પહોંચતા જ પોલીસ દ્વારા તેને રોકવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ. કેટલાક કાર્યકરો પોલીસની બસ પર ચઢી ગયા હતાં. જેને કારણે સ્થિતિ તંગ બની હતી.
કોંગ્રેસના આગેવાનોની અટકાયત
પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિત અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. મહિલા કાર્યકરોને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે અંદાજે 100 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું જણાવ્યું છે.
કહાનના પિતા પણ વિરોધમાં જોડાયા
NEET પરીક્ષા પૂર્વે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલ પણ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, પોતાના પુત્રને ગુમાવ્યા બાદ તેઓ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે આ વિરોધમાં જોડાયા છે.
પોલીસનું નિવેદન
જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું કે, રેલી માટે પૂર્વ પરવાનગી લેવામાં આવી નહોતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ભાજપ પણ કરશે વિરોધ કાર્યક્રમ
કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર થયેલા વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર ધરણાં યોજવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સહિત આગેવાનો કાર્યક્રમમાં જોડાશે. બંને પક્ષોના કાર્યક્રમોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયની આસપાસ બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.
કોંગ્રેસની મુખ્ય માંગણીઓ
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે NEET પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગનો પુનરોચ્ચાર કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?