લો બોલો.. રાજ્યમાં ગઠબંધન નહી પણ માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ-AAPનું ગઠબંધન!
36 બેઠકોમાંથી 23 બેઠકો પર કોંગ્રેસ અને 13 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે

કોંગ્રેસ-AAPનું ગઠબંધન

કોંગ્રેસ-AAPનું ગઠબંધન
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહી હોવાનું નિવેદન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યુ હતુ. શક્તિસિંહના નિવેદનના પાંચ દિવસ બાદ જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયુ છે. પ્રદેશના નેતાઓની જાણ બહાર કરાયેલા ગઠબંધન અંગે બંને પક્ષોના નેતાઓના વિરોધાભાસી નિવેદન સામે આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે. માંગરોળ નગરપાલિકાની કુલ 36 બેઠકોની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી થઈ ગઈ છે. આ ગઠબંધનની જાહેરાત આમ આદમી પાર્ટીના પ્રભારી પિયુષ પરમાર અને પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલાએ કરી હતી. બંને પક્ષોની સમજૂતી મુજબ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી કોંગ્રેસ 23 બેઠકો પર અને આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે.
કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહી હોવાનો રાગ આલાપી રહ્યા છે. ત્યારે માંગરોળ નગરપાલિકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગઠબંધન થયાની જાહેરાત કરી રહ્યા છે. બંને પક્ષોએ સત્તાધારી ભાજપ પક્ષને ટક્કર આપવા રાજનીતિક નિર્ણય કર્યો છે. બંને પક્ષોના ગઠબંધનથી માંગરોળ નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બને તેવી શક્યતા છે.
માંગરોળ શહેર કોંગ્રેસ મહામંત્રી કાસિબ સમાએ જણાવ્યું કે, સ્થાનિક મુદ્દાઓને લઇ અમે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો સાથે ગંઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશના આગેવાનોને જાણ કરી છે અને મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પિયુષ પરમારે જણાવ્યું કે, અમે કોંગ્રેસ અને અમારા પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો છે. નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસ 23 બેઠકો પર અને આમ આદમી પાર્ટી 13 બેઠકો પર ચૂંટણી લડશે.
માંગરોળ નગરપાલિકામાં ગઠબંધન અંગે કોંગ્રેસના નેતા પ્રદેશના આગેવાનોને જાણ કરી મંજૂરીની પ્રક્રિયા ચાલુ હોવાનું કહી રહ્યા છે. જ્યારે આમ આદમી પારિટીના નેતા ગઠબંધનનો નિર્ણય લઈ લીધો હોવાનું કહેતા બંને નેતાઓના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?