ચલાલા પ્રમુખ નયનાબેન વાળાનું અચાનક રાજીનામું
નયનાબેન વાળાનું અચાનક રાજીનામું, સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ
ચલાલા પ્રમુખનું રાજીનામું
ચલાલા પ્રમુખનું રાજીનામું
અમરેલી જિલ્લાના ચલાલામાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ શાસિત ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ અચાનક પોતાના પદેથી રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. તેમણે જિલ્લા કલેકટરને પોતાનું લેખિત રાજીનામું સુપરત કર્યું છે.
રાજીનામા પાછળનું કારણ શું?
નયનાબેન વાળાએ રાજીનામા પાછળનું સત્તાવાર કારણ 'કૌટુંબિક કામકાજ' દર્શાવ્યું છે. તેમણે જણાવ્યું કે, કૌટુંબિક જવાબદારીઓને કારણે તેઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. જોકે, આ સત્તાવાર કારણ ઉપરાંત અન્ય કેટલાક કારણો પણ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ બન્યા બાદ લોકોના કામ ન થતા હોવા અને નગરપાલિકાના આંતરિક સભ્યો વચ્ચેના મતભેદો પણ રાજીનામાનું એક કારણ હોઈ શકે છે. આ આંતરિક કલહને કારણે તેમણે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
આંતરિક જૂથવાદમાં રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ
નયનાબેન વાળાએ માત્ર પાંચ મહિનાના સમયગાળામાં રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમના પતિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને રાજીનામા અંગે જાણ કરી હતી. ત્યારબાદ આંતરિક જૂથવાદમાં રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. છેલ્લાં 5 મહિનાથી આંતરિક જૂથવાદ ચાલતો હોવાથી પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાને રાજીનામું આપવાની ફરજ પડી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
સંપૂર્ણ બહુમતી હોવા છતાં રાજીનામું
ઉલ્લેખનીય છે કે, ચલાલા નગરપાલિકામાં કુલ છ વોર્ડ છે અને આ તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાયેલા છે, એટલે કે ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. આવી મજબૂત સ્થિતિ હોવા છતાં પ્રમુખનું રાજીનામું અનેક સવાલો ઊભા કરે છે. આગામી સમયમાં ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવશે. આ રાજીનામાથી ચલાલાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં ભાજપ આ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!