ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો પરિવારવાદ
પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી, સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલાં ઉમેદવાર હર્ષદ પરમારની તસવીર

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલાં ઉમેદવાર હર્ષદ પરમારની તસવીર
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો પરિવારવાદ છતો થયો છે. પરિવારવાદ અંગે બોલતાં ભાજપના નેતાઓએ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. ભાજપે ઉમરેઠ વિધાનસભા માટે હર્ષદ ગોવિંદભાઈ પરમારને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત 23 એપ્રિલે મતદાન અને 4 મેના રોજ મગ ગણતરી કરાશે.
ભાજપના તત્કાલિન ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડી હતી. જેના કારણે ઉમરેઠની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ભાજપે સહાનુભૂતિ મેળવવા માટે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નિર્ણય જાહેર કર્યો છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભાજપે પસંદ કરેલાં હર્ષદ પરમાર હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ છે. તેઓ આણંદ જિલ્લા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ કામગીરી સંભાળી રહ્યા છે. હર્ષદ પરમાર પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે. તેમના પિતાના અવસાન બાદ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે.
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપીને તેમના પિતા ગોવિંદ પરમારની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, ભાજપની કેન્દ્રીય નેતાગીરી દરેક ચૂંટણીઓમાં વિરોધ પક્ષના નેતાઓના પરિવાર ઉપર પરિવારવારનો આક્ષેપ કરતી હોય છે. ઉમરેઠ ભાજપમાં અનેક કાર્યકરો હોવા છતાં ગોવિંદ પરમારના પુત્રને ટિકિટ આપીને ભાજપે પરિવારવાદ ચલાવ્યો છે.
આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. જો કે, ઉમરેઠ બેઠક પર પરિવારવાદ સામે લડવા માટે વિરોધપક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેવા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે જોવું રસપ્રદ રહેશે. ભાજપે હર્ષદ પરમારને ટિકિટ ફાળવતાં ઉમરેઠની પેટા ચૂંટણી આસાનીથી જીતવાના બદલે હવે કાંટે કી ટક્કર જેવો જંગ જામે તેવી પૂરેપૂરી સંભાવના છે.
પિતાના અવસાન બાદ પુત્રને મળી ટિકિટ
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ બેઠક ખાલી પડી હતી. ભાજપ હાઈકમાન્ડે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખી ગોવિંદ પરમારના વારસાને આગળ ધપાવવા તેમના પુત્ર હર્ષદ પરમારની પસંદગી કરી છે.
મહત્ત્વનું છે કે, વહીવટી તંત્ર દ્વારા પેટાચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટિકિટની જાહેરાત થતા જ ઉમરેઠ પંથકમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉમરેઠ પેટાચૂંટણીનું નોટિફિકેશન જાહેર
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા 30 માર્ચ 2026ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 6 એપ્રિલ 2026ને સોમવાર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 7 એપ્રિલ 2026ને મંગળવારના રોજ ઉમેદવાર પત્રોની ચકાસણી કરવામાં આવશે. 9 એપ્રિલ 2026ને ગુરૂવાર સુધીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. 23 એપ્રિલ 2026ને ગુરૂવારના રોજ મતદાન થશે. જ્યારે 4 મે 2026ને મંગળવારના રોજ મતગણતરી કરવામાં આવશે.
ત્રણ ટર્મથી ગોવિંદ પરમાર ધારાસભ્ય હતા
ગોવિંદ પરમાર સૌપ્રથમ 2012ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં એનસીપીના જયંત બોસ્કી સામે ગોવિંદ પરમારનો પરાજય થયો હતો. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગોવિંદ પરમાર વિજેતા બન્યા હતા. તેમણે કોંગ્રેસના કપિલાબેન ચાવડાને હરાવ્યા હતા. જ્યારે વર્ષ 2022 માં ગોવિંદ પરમાર NCPના જયંત બોસ્કીને હરાવીને ત્રીજી ટર્મ ધારાસભ્ય બન્યા હતા.
ઉમરેઠ બેઠકની સ્થિતિ
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2.47 લાખ જેટલા મતદારો નોંધાયેલા છે. કુલ 306 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. તાજેતરમાં હાથ ધરાયેલી કામગીરી SIR દરમિયાન મતદાર યાદીમાં 45 હજાર મતદારના નામ કમી કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ક્ષત્રિય 28 થી 30%, પટેલ 25 થી 28%, વણિક-બ્રાહ્મણ 12 થી 13%, મુસ્લિમ 10%થી વધુ, અન્ય: 15 થી 17% મતદારો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો