ટીએમસીમાં મોટું ભંગાણ, ઋતબ્રતને મળી માન્યતા
60 ધારાસભ્યોના સમર્થન બાદ સ્પીકરે બળવાખોર નેતા ઋતબ્રત જૂથને આપી મોટી માન્યતા

AI જનરેટેડ

AI જનરેટેડ
મમતા બેનર્જીએ ટીએમસી ગુમાવી, ઋતબ્રત બેનર્જી બન્યા વિરોધપક્ષના નેતા
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં ચાલી રહેલા આંતરિક મતભેદો ખુલ્લા બળવામાં ફેરવાયા છે. વિધાનસભા અધ્યક્ષ રવિન્દ્રનાથ બોઝે ઋતબ્રત બેનર્જીને સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપતાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
60 ધારાસભ્યોનો ઋતબ્રતને ટેકો
મમતા બેનર્જીએ શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા તરીકે જાહેર કર્યા હતા. તેના કારણે પાર્ટીમાં બળવો થયો છે. 80 માંથી 60 ધારાસભ્યોએ શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વમાં 60 ધારાસભ્યો સ્પીકર રવિન્દ્રનાથ બોઝને મળ્યા અને તેમને કહ્યું કે, તેઓ ટીએમસીનું અસલી જૂથ છે અને ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવી જોઈએ. ધારાસભ્યોની અપીલને ધ્યાનમાં લેતાં સ્પીકરે ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપી છે.
સ્પીકરના નિર્ણયથી રાજકીય સમીકરણ બદલાયું
ધારાસભ્યોના સમર્થનને ધ્યાનમાં રાખીને વિધાનસભા અધ્યક્ષે ઋતબ્રત બેનર્જીને વિરોધ પક્ષના નેતા તરીકે સ્વીકાર્યા છે. તેમને વિપક્ષના નેતાના કાર્યાલયની સત્તાવાર જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ નિર્ણયને ટીએમસીની અંદરના શક્તિ સંતુલનમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
નવી વિપક્ષી ટીમની રચના
ઋતબ્રત બેનર્જીના જૂથે વિધાનસભામાં પોતાની નવી ટીમ પણ જાહેર કરી છે. જાવેદ અહેમદખાન, શબીના યાસ્મીન, શીલુ શાહ અને સંદીપન શાહને વિપક્ષના ઉપનેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અખરૂજમાને મુખ્ય દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
સસ્પેન્શન બાદ શરૂ થયો બળવો
ચૂંટણી પરિણામો બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપ હેઠળ મમતા બેનર્જીએ ઋતબ્રત બેનર્જી અને સંદીપન શાહને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ પક્ષમાં અસંતોષ વધતો ગયો અને અંતે મોટી સંખ્યામાં ધારાસભ્યો ઋતબ્રતના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યા.
મમતાને નેતા તરીકે સ્વીકારવાનો દાવો
વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી થયા બાદ ઋતબ્રત બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ મમતા બેનર્જીને હજુ પણ પોતાના નેતા માને છે. તેમણે જણાવ્યું કે, આ લડત વ્યક્તિગત નહીં પરંતુ સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. તેમણે મમતાને માર્ગદર્શન આપતા રહેવા અપીલ પણ કરી.
અભિષેક બેનર્જી પર પરોક્ષ નિશાન
ઋતબ્રતે પક્ષની અંદર નિર્ણય પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સંકેત આપ્યો કે પક્ષના કેટલાક નિર્ણયો અંગે ધારાસભ્યોમાં અસંતોષ હતો. તેમના નિવેદનને અભિષેક બેનર્જી પર પરોક્ષ પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
ચૂંટણી હાર બાદ વધ્યો અસંતોષ
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને મોટો ઝટકો લાગ્યો હતો. ભાજપે 207 બેઠકો જીતતા ટીએમસી 80 બેઠકો સુધી સીમિત રહી ગઈ હતી. હાર બાદ સંગઠનાત્મક ખામીઓ, નેતૃત્વની કાર્યશૈલી અને આંતરિક અસંતોષના મુદ્દાઓ વધુ પ્રબળ બન્યા હતા.
૩૦ દિવસમાં ટીએમસીનું પતન
વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના એટલે કે ટીએમસી ચૂંટણી હાર્યાના માત્ર 30 દિવસ પછી જ તૂટી પડી છે. ભાજપે 207 બેઠકો જીતી હતી. જ્યારે સત્તા પરથી હાંકી કાઢવામાં આવેલી ટીએમસી 80 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. તેનાથી પાર્ટીમાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો. પરિણામો જાહેર થયા પછી તરત જ ઘણા નેતાઓએ ખુલ્લેઆમ બળવો કર્યો. હાર માટે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને જવાબદાર ઠેરવવામાં આવ્યા. ઘણા નેતાઓએ અભિષેક બેનર્જી પર મનમાની, સંગઠનાત્મક નિષ્ફળતા અને એકપક્ષીય નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો. હારેલા ઉમેદવારો અને સ્થાનિક નેતાઓએ ભ્રષ્ટાચાર, સંગઠનની નિષ્ફળતા, ભત્રીજાવાદ અને મતદાન પછીની હિંસા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
બંગાળની રાજનીતિમાં નવા સમીકરણો
સ્પીકરના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની આંતરિક રાજનીતિ નવા તબક્કામાં પ્રવેશી છે. આગામી દિવસોમાં પક્ષનું સંગઠન કેવી પ્રતિક્રિયા આપે છે અને આ વિવાદ ક્યાં સુધી પહોંચે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો

જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચેલા CJPના બે નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડી કેમ મળી?