ભાજપ શાસિત સિક્કા નગરપાલિકામાં મોટું ભંગાણ!
કૃષિમંત્રી રાઘવજી પટેલના મત વિસ્તાર જામનગર જિલ્લામાં કોંગ્રેસે આપ્યો મોટો ઝટકો

કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આવકાર્યા

કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આવકાર્યા
જામનગર જિલ્લાની ભાજપ શાસિત સિક્કા નગરપાલિકામાં મોટું ભંગાણ સર્જાયુ છે. સિક્કા પાલિકાના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા છે. શનિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા છે.
કુલ 28 સભ્યોવાળી સિક્કા નગરપાલિકામાં ભાજપના 22 અને કોંગ્રેસના 6 નગરસેવકો હતા. ત્યારે બંને પક્ષના 14-14 નગરસેવકો થતાં ભાજપ સત્તા જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ આંચકી લે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
ભાજપ શાસિત સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન જુશબ બારૈયા, કોર્પોરેટરો વલીમામદ મલેક, અસગર હુંદડા, જ્યોત્સ્નાબેન ગૌસ્વામી, રેશ્માબેન કુંગડા, મામદભાઈ કુંગડા, રોશનબેન સુંભણીયા અને ઝુબેદાબેન સુંભણીયા કોંગ્રેસમાં જોડાયા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે અમિત ચાવડા, લાલજી દેસાઈ, મનીષ દોશીએ આવકાર્યા હતા.
સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત 8 કોર્પોરેટરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જામનગર જિલ્લામાં રાજકીય ભૂકંપથી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કૃષિ મંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં ભંગાણ પાડતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
સિક્કા નગરપાલિકામાં કુલ 28 સભ્યો છે. તેમાંથી 22 ભાજપના અને 6 કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હતા. ભાજપમાંથી 8 કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા હવે બંને પક્ષના 14-14 કોર્પોરેટરો થયા છે. તેવા સમયે આગામી દિવસોમાં સિક્કા નગરપાલિકામાં સત્તા મેળવવા બંને પક્ષો મરણીયા પ્રયાસો કરે તેવી શક્યતા છે.
સી.આર.પાટીલના સમયગાળા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ભાજપમાં જોડાતા હતા. જ્યારે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યાને એક સપ્તાહ વીત્યુ છે તેવામાં કોંગ્રેસે ભાજપના 8 કોર્પોરેટરોને તોડીને જગદીશ વિશ્વકર્માને મોટો ઝટકો આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇન્દોરમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શિક્ષણથી લઈને પેપર લીક અને સરકારી ભરતી સુધી અનેક મુદ્દા ચર્ચામાં આવ્યા!

CR પાટીલે નિવૃત્તિ બાદ અધિકારીઓને Extension આપવાનો વિરોધ કર્યો

15થી 16 વોર્ડ પ્રમુખો બદલાશે? સોનલ પટેલ સામે શું ઉઠ્યા સવાલો? અને અમરાઈવાડી બેઠકમાં આખરે શું થયું?